ખેડૂતોને પોતાની મગફળીનો પોષણક્ષમ ભાવો મળવાના કારણે સૌરાષ્ટ્ર ભરના ખેડુતો રાજકોટ તરફ વળ્યા છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં મગફળીની મબલખ ગુણીની આવક થવા પામી છે. હાલ, મગફળીની વધુ પડતી આવક થવાના કારણે મગફળીની આવક અટકાવી દેવામાં આવી છે. ખેડુતો રાજકોટ યાર્ડમાં વેંચાણ અર્થે સારી કવોલીટીની મગફળીનો ઢગલો કરી રહ્યા છે.મગફળીથી યાર્ડ ઉભરાય રહ્યું છે.

1668670926043
DCIM100MEDIADJI_0004.JPG

આ અંગે વધુ માહીતી આપતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરાએ જણાવ્યું હતું કે, પોષણક્ષમ ભાવો મળવાને કારણે સૌરાષ્ટ્ર ભરના ખેડૂતો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વેંચાણ અર્થે જણસી લાવી રહ્યા છે.હાલ માલનો ભરાવો થઈ રહ્યો છે. ખેડૂતોને મગફળીના સારા ભાવો મળવાના કારણે સતત ત્રીજી વખત મગફળીની એક લાખ ગુણીની આવક થવા પામી છે.હાલ માર્કેટિંગ યાર્ડમાં સારી ક્વોલિટીની મગફળીનો ભાવ 1200 થી 1300 રૂપિયા બોલાય રહ્યો છે.

1668670926062
DCIM100MEDIADJI_0007.JPG

જ્યારે મિડીયમ ગુણવતા વાળી મગફળીનો ભાવ 1150 થી 1250 સુધી બોલાઈ રહ્યો છે.જ્યારે પ્રમાણમાં હલકી ગુણવત્તા વાળી મગફળીનો ભાવ 1000 થી  1150 બોલાઈ રહ્યો છે.હાલ માર્કેટીંગ યાર્ડમાં મગફળીના પ્રમાણમાં કપાસની આવક ઓછી છે  દિવાળી બાદ ગુણવતાવાળી મગફળીનો ભાવ પણ આસમાને આંબી ગયા છે.મગફળીથી યાર્ડ ઉભરાઈ જવાના કારણે હાલ મગફળીની આવક બંધ કરી દેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.