રાજકોટ જિલ્લા કલેકટર તરીકે નવનિયુક્તિ પામેલા ડો.રાહુલ ગુપ્તા આઇએએસ જે જુનાગઢ જિલ્લા કલેકટર તરીકે ઉત્તમ કામગીરી બજાવી રાજકોટ જિલ્લાની સેવામાં ઉપસ્થિત થયા છે. રાજકોટ જિલ્લાના તરવરીયા અને યુવા ૪૮મા કલેકટર તરીકે નિયુક્તી પામી ગત ગુરૂવારે ચાર્જ સ્વીકારી કાર્યરત થયા છે. ત્યારે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખધનસુખભાઇ વોરાની આગેવાનીમાં કાંતિભાઇ જાવીયા-ઉપપ્રમુખ, ચાર્ટડ એકાઉન્ટન્ટ રાજુભાઇ ઇન્ચાર્જ મંત્રી ઇશ્ર્વરભાઇ બ્રાંભોલીયા, ખજાનચી અજીતસિંહ જાડેજા તથા ડાયરેકટર હર્ષદભાઇ ખુંટના બનેલા પ્રતિનિધિમંડળએ શુભેચ્છા મુલાકાત લઇ નવનિયુક્ત કલેકટરનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ તકે વિદાય લેતા ભૂતપૂર્વ કલેકટર ડો.વિક્રાંત પાંડે દ્વારા શરૂ થયેલા કાર્યવાહી જેવી કે રાજકોટ ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, નવુ રેસકોર્ષ બનાવવાની કાર્યવાહી, ક્ધટેનર ડિપો સ્થાપીત કરવા તેમજ નવી જીઆઇડીસી સ્થાપવા જમીનની ફાળવણી અંગેની કાર્યવાહી આગળ ધપાવવા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ અનુસંધાને કલેકટર દ્વારા સંપૂર્ણ સહકારની ખાત્રી સહ જણાવાયું હતું કે, આવતા સમયમાં રાજકોટના વેપાર ઉદ્યોગના વિકાસ અંગે ગ્રેટર રાજકોટ ચેમ્બર જેવી સંસ્થાઓ સાથે અવારનવાર મિટીંગોનું આયોજન કરવામાં આવશે અને સૌની સાથે સૌના વિકાસ અંગે કાર્યરત રહેશુ તેવી ખાતરી આપી હતી.
ગ્રેટર ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઇ વોરા તથા સહમંત્રી ઇશ્ર્વરભાઇ બ્રાંભોલીયા દ્વારા જણાવવામાં આવ્યું છે.