ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ છેલ્લા ૧૮ વર્ષથી સતત વેપાર ઉઘોગના પ્રશ્ર્નો અંગે જાગૃત રહી સરકાર અને વેપારી આલમ વચ્ચે બ્રીજ બની પ્રશ્નોના નિરાકરણ લાવવાના કાર્ય અંગે કાર્યરત રહે છે.
સંસ્થાને મજબુત બનાવવા અને સંસ્થાના અવાજને વેપાર ઉઘોગના હિતમાં બળવતર રજુઆત અર્થે વધુમાં વધુ સભ્ય સંખ્યા હોવી જરુરી હોય છે. સને ૨૦૧૪ થી સને ૨૦૧૮ દરમ્યાન આ સંસ્થાના સભ્ય તરીકે માત્ર આજીવન સભ્યો બનાવવામાં આવ્યા હતા.
આ યોજનામાં પણ વેપાર ઉઘોગ તરફથી ખુબ જ સહકાર સાંપડેલ હોવાથી લગભગ એક હજાર આજીવન સભ્યોની સંખ્યા નોંધાયેલ છે. પરંતુ કેટલાક નાના વેપારીઓ તથાન કારખાનેદારોને આ સંસ્થાનો લાભ મળી રહે તે ઉદ્દેશથી અવાર નવાર સંસ્થાના કાર્યવાહી મંડળ સમક્ષ આવા સભ્યોની વાર્ષિક સભ્ય તરીકે નોંધણી કરવા માંગણી આવી છે.
તે અંતર્ગત ગત તા. રર સપ્ટેમ્બરના રોજ મળેલ સંસ્થાની વાર્ષિક સામાન્ય સભામાં નકકી મુજબ તા. ૧પ નવેમ્બરથી જુદી જુદી કેટેગરીની સભ્ય ફી મેળવી સભ્ય બનાવવા નકકી કરવામાં આવ્યું છે. નાના વેપારી તથા નાના ઉઘોગકાર એકમોને વાર્ષિક લવાજમ યોજનાનો લાભ થઇ વહેલામાં વહેલી તકે સભ્ય બને તેવી અપીલ કરવામાં આવી છે તેમ ગ્રેટર ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઇ વોરા તથા ઉપપ્રમુખ કાંતિભાઇ જાવીયા દ્વારા જણાવવામાં આવ્યું છે.