આજે હાસ્યનું વાવાઝોડુ: આવતીકાલે અશોકભાઇ ભાયાણીના કલાવૃંદ દ્વારા શ્રીરામ અર્ચનાનો ભકિત કાર્યક્રમ
ગુજરાતનો વિશાળ અને જાજરમાન સાર્વજનીક ગણપતિ મહોત્સવ ત્રિકોણબાગ કા રાજા નો ર4માં વર્ષે પણ દબદબો બરકરાર છે, લોકોની આસ્થાનું ધામ બની ગયું છે. ત્રિકોણ બાગ કા રાજાની સન્મુખ આવનારની મનોકામના પૂર્ણ થાય છે. શ્રઘ્ધાળુઓને સુખદ અનુભવો થયા છે, એટલે જ વહેલી સવારથી કેટલાંય પરિવારો દુર દુરથી આસ્થા સાથે દુંદાળા દેવના દર્શનાર્થે આવે છે.
પ્રથમ દિને સાંજના મંગલા આરતમાં શહેરના વિવિધ ક્ષેત્રના ગણમાન્ય મહાનુભાવો અને ભાવિકજનોએ વિશાળ સંખ્યામાં હાજરી આપીને ગણપતિજીની વંદના કરી હતી. મુલ્ય નિષ્ઠ અને સેવાભાવી રાજનેતા ડો. વલ્લભભાઇ કથીરીયા, જયેશભાઇ ઉ5ાઘ્યાય, સેજલબેન મહેતા, પ્રફુલ મહેતા, સુનીલભાઇ, ડો. પ્રફુલ કમાણી, પ્રશાંત અગ્રાવત, સતીષ મકવાણા, ડો. મીલન ભંડેરી, લાલાભઇા પરમાર, નયનભાઇ ફોફરીયા , નીશુભાઇ કાચા, કિરણ બાબરીયા, સતીષ લાખાણી: ઘનશ્યામભાઇ નકુમ, પ્રફુલભાઇ દાવડા,એ હાજરી આપીને મહાઆરતીમાં ભાગ લઇને દર્શન પ્રસાદનો લાભ લીધો હતો.
મહાઆરતીના સમાપનમાં ડો. વલ્લભભાઇ કથીરીયાએ વિશાળ ભાવિક સમુદાયને સંબોધતા કહ્યું કે, જીમ્મભાઇ અડવાણી માનવ સમાજના કલ્યાણની ભાવનાથી છેલ્લા ર4 વર્ષથી ગણપતિ દેવની જાહેર ઉપાસના કરે છે. રાજકોટે તેના સુખદ પરિણામો અનુભવ્યા છે.
ગઇકાલે પ્રથમ દિને રમેશભાઇ વ્યાસના મધુર સંગીત કલાસના નાના નાના છાત્રોએ સંગીત સાથે ઝવેરચંદ્ર મેઘાણીના લોકગીતો રજુ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આજે તા. 1 ગુરુવારે રાત્રે 8.30 વાગ્ય.ે વિવિધ હાસ્ય કલાકારો દ્વારા હાસ્ય દરબારનો કાર્યક્રમ, મોડી રાત સુધી માણવા જેવા આ કાર્યક્રમમાં હાજરી આપવા આયોજકો તરફથી જાહેર આમંત્રણ અપાયું છે. આવતીકાલ શુક્રવાર તા. ર સપ્ટેમ્બરના રોજ રાત્રે 8.30 વાગ્યે અશોકભાઇ ભાયાણી અને તેમના કલાવૃંદ દ્વારા શ્રીરામ અર્ચનાનો નોખો અનોખો કાર્યક્રમ રજુ થશે.
જયપાલસિંહ જાડેજા, ચંદુભાઇ પાટડીયા, સંજય ટાંક, નીલેશ ચૌહાણ, બીપીન મકવાણા, અભિષેક કણસાગરા, ધવલ ત્રિવેદી, ભરત ટેલવાણી, દીલીપભાઇ પાંધી, ધવલ કાચા, રવિ ગોંડલીયા, કૃષ્ણા ભટ્ટ, અડવાણી ધવલ, વગેરે ખડે પગે સેવાઓ આપી રહ્યા છે.