પટ્ટાવાળા અન્ય પ્રાઇવેટ એમ્બ્યુલેન્સના નંબર આપતા શખ્સે આચર્યુ કૃત્ય

 

અબતક, રાજકોટ

સિવીલમાં પ્રાઇવેટ એમ્બ્યુલેન્સ વાળાનો ખોફ વઘ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. હોસ્પિટલમાં ઉભા રહેતા પ્રાઇવેટ એમ્બ્યુલેન્સના એક ડ્રાઇવરએ હોસ્પિટલમાં કામ કરતા પટ્ટાવાળા સાથે ઝઘડો કરી તેને માર મારતા યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો છે.બનાવની મળતી માહીતી મુજબ સીવીલ હોસ્પિટલમાં પટ્ટાવાળા તરીકે કામ કરતા કિશનભાઇ જેન્તીભાઇ બોરીચા (ઉ.વ.ર8) એ આજ બપોરના સમયે હોસ્પિટલે ફરજ પર હતા ત્યારે કોઇ દર્દીને બીજી પ્રાઇવેટ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરાવતા હતા ત્યારે પટ્ટાવાળાને સામે બેઠેલા સહમદાર આરુણ નામના પ્રાઇવેટ એમ્બ્યુલેન્સ ડ્રાઇવરનો નંબર ન આપતાં સાહમદારે કિશન પાસે આવી મારા નંબર કેમ ન આપ્યા, અમે નથી બેઠા કહી કિશનભાઇ પર હુમલો કરી અને તેને માર માર્યો હતો જેમ કિશનભાઇને ઇજા થતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ પ્ર.નગર પોલીસને થતા સ્ટાફ હોસ્પિટલે દોડી જઇ જરુરી કાર્યવાહી હાથ ધરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.