બંને યાર્ડમાં મગફળીની આવક બંધ કરાય: રાજકોટ યાર્ડમાં 20 કિલો કપાસનો ભાવ રૂ.1855 બોલાયો
રાજકોટ અને ગોંડલ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગ માકેટીંગ યાર્ડ હાલ મગફળી અને કપાસથી ઉભરાય રહયા છે. બીજી તરફ કપાસના ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી જતા ખેડૂતોમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે. બન્ને માકેટીંગ યાર્ડમાં હાલ મગફળીની આવક બંધ કરી દેવામાં આવી છે અને જે માલની આવક થવા પામી છે તેનો નિકાલ કરવામાં આવી રહ્યો છ.ે.
રાજકોટ માકેટીંગ યાર્ડમાં ગઇકાલે રવિવારે બપોરે ર થી સાંજના પાંચ વાગ્યા સુધી મગફળીની આવક શરુ કરવામાં આવી હતી. જેમાં ગુણી હોય તેને ગુણીમાં પાલ હોય તેને પાલમાં ઉતારવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. માત્ર ત્રણ કલાકમાં જ યાર્ડમાં મગફળીનો રેકોર્ડ બ્રેક એક લાખ ગુણીની આવક થવા પામી હતી. ત્યારબાદ યાર્ડની બહાર મગફળી ભરેલા વાહનો હોવા છતાં યાર્ડની અંદર માલ ઉતારવાની જગ્યા ન હોવાના કારણે મગફળી ઉતારવા દેવામાં આવી ન હતી.
આવી જ પરિસ્થિતિ ગોંડલ માકેટીંગ યાર્ડનો પણ જોવા મળી હતી. બન્ને માકેટીંગ યાર્ડમાં એક એક લાખ ગુણી મગફળીની આવક થયા બાદ આવક બંધ કરી દેવામા આવી હતી. હવે ચારથી પાંચ દિવસ મગફળીની હરરાજી કરવામાં આવશે જેમાં માલનો નિકાલ થયા બાદ નવો માલ લેવામાં આવશે. રાજકોટ માકેટીંગ યાર્ડમાં મગફળીનો ભાવ રૂ. 900 થી 1175 વચ્ચે બોલાયો હતો.
જયારે ગોંડલ માકેટીંગ યાર્ડમાં મગફળીનો ભાવ રૂ. 825 થી 1170 રહેવા પામ્યો હતો.રાજકોટ માકેટીંગ યાર્ડમાં હાલ કપાસની દૈનિક 17 થી 18 હજાર મણની આવક થઇ રહી છે. જો કે કપાસનો ભાવ રેકોર્ડ બ્રેક 1855 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે. આ ભાવ પાલના બોલાયા હતા.
જયારે ભારીનો ભાવ આજે 1870 રૂપિયા આસપાસ પહોંચી જશે તેવી સંભાવના પણ યાર્ડના સત્તાધીશો દ્વારા વ્યકત કરવામાં આવી રહી છે. ગોંડલ માકેટીંગ યાર્ડમાં કપાસની ર400 ભારીની આવક થવા પામી છે. અને કપાસનો ર0 કિલોનો ભાવ રૂ. 1111 થી 1830 વચ્ચે રહેવા પામ્યો છે.આ વર્ષ ચોમાસાની સીઝનમાં સારો એવો વરસાદ પડયાના કારણે કપાસ અને મગફળીનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન થવા પામ્યું છે. સૌરાષ્ટ્રના મોટાભાગના યાર્ડો હલ કપાસ અને મગફળી સહીતની જણસીથી ઉભરાય રહયા છે.