લોકડાઉન 4.0માં સરકાર દ્વારા છૂટછાટ આપતાં નેશનલ હાઇવેમાં ટ્રાફીકજામથી 5 કિમી લાંબી લાઇન
ગુજરાતમાં લોકડાઉન 4 ની નવી ગાઈડલાઈન અનુસાર વેપાર-ધંધા શરૂ થયા છે અને લોકોને રાહત મળતા જ હાલ દિવાળી હોય તેવો રોડ પર માહોલ છે.
જેના કારણે રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર આવેલા ભરૂડી ટોલ પ્લાઝા પર 5 કિલોમીટર જેવી લાંબી વાહનોની કતારો જોવા મળી હતી. માણસોને જાણે કોરોનાનો ભય રહ્યો જ ન હોય તેમ નીકળી પડ્યા છે અને જટ પોતાના વતન કે ગામડે પહોચી જવાની હરીફાઈ ચાલી છે.
લોકડાઉન 1.0 અને 2.0 માં બહુજ ઓછા પ્રમાણમાં વાહનો નીકળતા હતા જેનાથી 3.0માં વધી ગયા છે અંતે 4.0માં જિલ્લાથી જિલ્લામાં જવા વચ્ચે પાસની જરૂરિયાત પૂરી થતાં લોકો હાસકારો અનુભવીને બહાર દોડી નીકળ્યા છે.
જોકે 5 કિમીના ટ્રાફિકજામથી વાહનચાલકોને પરેશાની નો પરસેવો વડી ગયો હતો જેને કારણે લોકો ટોલનાકે જ કંટાળી ગયા હતા.
એટલું જ નહીં એક એમ્બ્યુલન્સ પણ ફસાઇ હતી પરતું જો કે બાદમાં અન્ય વાહનોએ જગ્યા કરી આપતા તે નીકળી ગઇ હતી અને ઇમરજન્સી ટળી હતી. ટોલ પ્લાઝા પર આટલી વાહનોની લાંબી થઇ જતા પોલીસ પણ દોડી આવી હતી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો, તો હવે તો આવી ભીડથી તો ભગવાન જ બચાવે તેમ છે.