સામાજિક જવાબદારીના ભાગરુપે કોરોનાનું સંક્રમણ રોકવા માટે ગોકુલ હોસ્પિટલ રાજકોટ વિદ્યાનગર મેઈન રોડ તથા કુવાડવા રોડ હોસ્પિટલ ૨૩ જુન મંગળવાર સુધી બંધ રાખવામાં આવશે.

હાલમાં સમગ્ર ભારતમાં કોરોના એ કહેર મચાવે છે. ગોકુલ હોસ્પિટલ ના ડોકટર્સ ની ટીમ ૧૨ જૂન ના રોજ વેરાવળગઈ હતી તથા પ૦થી વધારે દર્દીની તપાસમાં ટીમ સંક્રમિત થઈ હતી.

ગોકુલ હોસ્પિટલ હંમેશા તેની સામાજિક જવાબદારી માં અગ્રેસર રહે છે. હાલની પરિસ્થિતિ ને ધ્યાન માં લઇ ગોકુલ હોસ્પિટલ ના ચેરમેન ડો પ્રકાશ મોઢા અને મેનેક્ટિ ડાયરેકટર  જગજીવન સખીયા દ્વારા તાત્કાલિક અસર થી વિદ્યાનગર અને કુવાડવા રોડ બંને હોસ્પિટઢમાં તમામ પ્રકારની સેવા (ઓપીડી, ઇમરજન્સી & ઇન્ડોર) ૨૩ જૂન મંગળવાર સુધી બંધ રાખવો એવો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ માં દાખ 3 દર્દીની સેવા ચાલુ રહેશે.

ગોકુલ હોસ્પિટલ ના ત્રીસ વર્ષ નો ઇતિહાસ માં આ પ્રથમ બનાવ છે. ઓપીડી અને ઇમરજન્સી સેવા બુધવાર ૨૪ જૂન થી શરુ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.