કુવાડવા રોડ પર આવેલા ગુંદાળા પાસેથી બે દિવસ પહેલાં લોહી લુહાણા હાલતમાં યુવતીની મળી આવેલી લાશ અંગે એરપોર્ટ પોલીસે અજાણી મહિલાની અજાણ્યા શખ્સોની હત્યા કર્યા અંગે ફરયિાદ નોંધી તપાસ હાથધરી હતી. દરમિયાન મૃતકની ઓળખ મેળવી હત્યાના ગુનામાં સંડોવાયેલા પિતા-પુત્રની અટકાયત કરવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે.

મૃતકની ઓળખ મેળવી ક્રાઇમ બ્રાન્ચની ટીમે હત્યામાં સંડોવાયેલા પિતા-પુત્રની અટકાયત કરી: મૃતકને પંદર દિવસ પહેલાં મહિલા હેલ્પ લાઇન અભયમની મદદ લીધી હતી

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગુંદાળા ગામની સીમમાંથી ગત શનિવારે સાંજે પેટમાં અને પડખામાં તિક્ષ્ણ હથિયારના અસંખ્ય ઘા ઝીંકી હત્યા કરી ફેંકી દેવાયેલી યુવતીની લાશ મળી આવતા એરપોર્ટ પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી જીન્સ પેન્ટ પહેરેલી યુવતીની ઓળખ મેવવા પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથધરી હતી.

મૃતક યુવતીનો પોલીસે ફોટો વાયરલ કરતા મૃતક મહિલા રામાપીર ચોકડી પાસે શાસ્ત્રીનગરમાં રહેતી ભાવના રુપેશઊભાઇ નિમાવત હોવાનું પંદર દિવસ પહેલાં મહિલા હેલ્પ લાઇન ગોંડલ અભયમ ટીમની મદદ લીધી હોવાનું ક્રાઇમ બ્રાન્ચના ડી.સી.પી. ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી.બી.બસીયા અને પી.આઇ. વાય.બી.જાડેજાને મહત્વની માહિતી મળી હતી.

ક્રાઇમ બ્રાન્ટની ટીમે શાસ્ત્રીનગરમાં રહેતા રુપેશ નિમાવતની પૂછપરછ કરતા તેને ભાવના સાથે પ્રેમ લગ્ન કર્યા હતા પરંતુ તેણી છેલ્લા કેટલાક સમયથી પોતાની સાથે ન રહેતી હોવાની અને અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હોવા અંગેનું પ્રાથમિક વિગતો જણાવી હતી. ભાવના નિમાવત છેલ્લે કોના સંપર્કમાં હતી તે દિશામાં તપાસ કરી હત્યાના ગુનામાં સંડોવાયેલા ભાવનાના હાલના પ્રેમી અને તેના પિતાની સંડોવણી હોવાની શંકા સાથે અટકાયત કરી પૂછપરછ હાથધરી છે.

રહસ્યના આટાપાટા સર્જતી ઘટનાનો ભેદ ઉકેલવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને મહત્વની સફળતા મળી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.