રાજકોટમાં થોડા સમયથી તસ્કરોએ પડાવ નાખ્યો હોય તેમ અને ગુનાને અંજામ આપી રહ્યા હતા.અને તેમને પકડી પાડવા પોલીસની ટીમ ઉંધે માથે લાગી હતી.ત્યારે એક સપ્તાહ પૂર્વે કોઠારિયા રોડ પર ધનલક્ષમી જવેલર્સ નામની દુકાનો તાળા તોડી દાગીના, રોકડ મળી રૂ 3.50 લાખની ચોરી કરી જનાર તસ્કરો દીપ્તીનગરના બગીચામાં એકઠા થયા હોવાની માહિતીના આધારે ભક્તિનગર પોલીસે ગોંડલની નામચીન ગીલોલ ગેંગને ઝડપી લઇ તેની પાસેથી દાગીના અને રોકડ મળી રૂ.3.પ0 લાખની મતા કબજે કરી પૂછપરછ કરતા તે મકાન અને દુકાનોમાં બે દિવસ પૈકી કરી ચોરી કરતા હોવાનું અને ચોરી કરતી વેળાએ કોઈ આવી જાઈ તો ગીલોલ વડે હુમલો કરતા હોવાનું બહાર આવ્યું છે.

ભક્તિનગર પોલીસે રોકડ, દાગીના સહિતની મત્તા સાથે પાંચ તસ્કરોની કરી ધરપકડ

વિગતો મુજબ મારૂતીનગરમાં ધનલક્ષ્મી જવેલર્સની દુકાનના તાળા તોડી ચોરી થયાની ભક્તિનગર પોલીસ મથક્માં ફરિયાદ નોંધાયા બાદ પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈવા સહિતના સ્ટાફે દીપ્તીનગર બગીચામાંથી શંકાસ્પદ હાલતમાં મૂળ ગોંડલનો અને હાલ નાડોદા નગરમાં રહેનો વિજય ઉર્ફે વીજલો અમરશી ચારોલા, રણજીત ઉર્ફે કાળિયો ધિરૂ સોલંકી, જીનેશ ઉર્ફે જીતો સંજયભાઈ વાઘેલા, કરણ અનુલભાઈ વાઘેલા અને જીતેશ બાબુ નારોલાની અટકાયત કરી તેની તલાસી લેતા તેની પાસેથી સોના-ચાંદીના દાગીના તેમજ ચાંદીની ભગવાનની મૂર્તિઓ તથા 20 હજારની રોકડ, બે ગિલોલ અને ચાર પથ્થર મળી આવતા તેની પૂછપરછ હાથ ધરી હતી પોલીસ પૂછપરછમાં તેમને કબૂલાત આપી હતી કે થોડા દિવસો પહેલા જવેલર્સની દુકાનમાંથી ચોરી કરી ભાગબટાઈ માટે એકઠા થયા હોવાનું કરતા હતા.હાલ આ ટોળકીએ વધુ ચોરીને અંજામ આપ્યા હોવાની પોલીસને શંકા થતા તેના રીમાન્ડની માંગણી સાથે કોર્ટ હવાલે કરવા કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.