વિજકર્મીઓને મેડિકલ સહાય પુરી પાડવા જીબીઆની ઉર્જામંત્રીને રજુઆત
કોરોના મહામારીમાં વીજ કર્મચારીઓ તથા અધિકારીઓને જરૂરી મેડિકલ સહાય મળી રહે તેમજ હાલ સંક્રમણ વધી રહ્યું હોય સ્ટાફને રોટેશન મુજબ બોલાવવામાં આવે તેવી માંગ સાથે જીબીઆના સેક્રેટરી જનરલ બીપીનભાઈ શાહ દ્વારા ઉર્જામંત્રી સૌરભ પટેલને રજુઆત કરવામાં આવી છે.
સંક્રમણનું પ્રમાણ વધ્યું હોય સ્ટાફને રોટેશન મુજબ બોલાવવાનો નિર્ણય લેવાની પણ માંગ
રજુઆતમાં જણાવાયું હતું કે હાલની કોરોના મહામારી ના કારણે ખુબજ વિકટ પરિસ્થિતિનુ નિર્માણ થયેલ છે. ઊર્જા વિભાગના મોટી સંખ્યામાં અધિકારીઓ તેમજ કર્મચારીઓ સંક્રમિત થયેલ છે અને અનેક સ્ટાફ મેમ્બરના મૃત્યુ પણ થયેલ છે.આવી પરસ્થિતિમાં સાતત્ય પૂર્વક વિજ પુરવઠો પૂરો પાડવો એ પણ ખૂબ જરૂરી છે.
હાલમાં જરૂરી સ્ટાફને રોટેશનમાં વારાફરતી બોલાવવો એ સમયની માંગ છે.તથા લાંબા સમય સુધીનુ આયોજન કરવું ખૂબ જરૂરી છે
વધુમાં જણાવાયું હતું કે ઊર્જા વિભાગના સ્ટાફ અથવા તેમના પરિવાર ના સભ્યો માટે જરૂર પડે ત્યારે દવાઓ, ઇંજેક્શન, ઓકસી જન,હોસ્પિટલ માં દાખલ કરવા માટે ખૂબ મુશ્કેલીઓ પડે છે. સમાજ માટે મુશ્કેલીઓનો સામનો કરી 24 કલાક વિજ પુરવઠો પૂરો પાડતા કર્મચારીઓ આરોગ્ય સેવા મેળવવા માટે ખૂબ મોટી લાચારી અનુભવે છે. આ બાબતે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય કરી અમોને આવા કપરા સંજોગોમાં જરૂરી મદદ કરવામાં આવે તેવી માંગ છે.