રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભા દ્વારા તેમનાં ઠરાવ નં.70 તા.19-05-2023થી ઠરાવ્યા મુજબનાં ગામ કોઠારીયાનાં વિસ્તારો માટે મુસદારૂપ નગર રચના યોજના નં.38-કોઠારીયા અને મુસદારૂપ નગર રચના યોજના નં.39-કોઠારીયા તૈયાર કરવાનો ઈરાદો જાહેર કરવામાં આવ્યો હતો. આ યોજનાઓની જમીનોની કામચલાઉ દરખાસ્તો ઘડીને અધિનિયમની જોગવાઈ હેઠળ તા.04/11/2023નાં રોજ જમીન માલીકોની સભા બોલાવવામાં આવેલ અને યોજનાની દરખાસ્તો અંગે વિસ્તૃત સમજુતી આપવામાં આવી છે.
જમીન માલીકો સાથે બેઠક યોજી બંને યોજનાની દરખાસ્તો અંગે વિસ્તૃત સમજુતિ અપાય
કોઠારીયાનાં વિસ્તારો માટે મુસદારૂપ નગર રચના યોજના નં.38-કોઠારીયામાં કોઠારીયાનાં રેવન્યુ સર્વે નં. 254 થી 257, 267 થી 281, 283 થી 297, 299, 302, 303/2, 333 થી 338 તથા સરકારી ખરાબાનાં સર્વે નં.352 પૈકી જમીનનો સમાવેશ થાય છે.
જમીન માલીકોની સભા બોલાવવામાં આવેલ અને યોજનાની દરખાસ્તો અંગે વિસ્તૃત સમજુતી આપવામાં આવેલ છે અને એક માસ માટે નાનામવા ચોક, 150 ફૂટ રીંગ રોડ ખાતે આવેલ મલ્ટી એક્ટીવીટી સેન્ટર ખાતે ત્રીજા માળે આવેલ ટી.પી.યુનિટની ઓફિસે કચેરીનાં સમય દરમ્યાન જાહેર જનતાને જોવા માટે ખુલ્લી રાખવામાં આવેલ છે.
યોજનાનું કુલ ક્ષેત્રફળ 1266846 ચો.મી. એટલે કે 126.68 હેકટર જેટલું છે
યોજના વિસ્તારમાં કુલ 44 સર્વે નંબર અને 96 મૂળખંડ આવેલ છે, જેની સામે ખાનગી તથા સરકારી જમીનોને કુલ 172 અને રાજકોટ મહાનગરપાલિકાને અનામત જમીન તરીકે 75 મળીને 247 અંતિમખંડ બનાવવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા માટે એસ.ઈ.ડબલ્યુ.એસ.એચ. માટે 9, રહેણાંક વેંચાણ માટે 12, વાણિજ્ય વેંચાણ માટે 08, સોશ્યલ ઈન્ફ્રાસ્ટ્રકચર માટે 14 તેમજ ગાર્ડન/ઓપન સ્પેસ/પાર્કિંગ હેતુ માટે 32 પ્લોટ્સ મળીને કુલ 75 અંતિમખંડોની 2,65,218 ચો.મી. જમીન અનામત રાખવામાં આવેલ છે. 248196 ચો.મી. જેટલાં 7.50 મી., 9 મી., 12 મી., 15 મી., 18 મી., 24 મી. અને 45 મી. પહોળાઈનાં અલગ-અલગ ટી.પી. રોડ રાખવામાં આવેલ છે. સરકારી જમીનમાં કપાતની સરેરાશ ટકાવારી 36.19%, ખેતીની જમીનમાં કપાતની સરેરાશ ટકાવારી 39.97%, બીનખેતીની જમીનમાં કપાતની સરેરાશ ટકાવારી 38.67%, સંપૂર્ણ યોજનામાં સરેરાશ કપાતની સરેરાશ ટકાવારી 38.58% રહેશે.
કોઠારીયાનાં રેવન્યુ સર્વે નં. 298, 300, 301, 308 થી 332 તથા સરકારી ખરાબાનાં સર્વે નં.352 પૈકી જમીનનો સમાવેશ કરાયો છે.
પૂર્વે: ખોખડદડી નદી તથા ત્યારબાદ ગામ કોઠારીયા તથા લાપાસરીનાં સર્વે નંબર આવેલ છે. પશ્ચિમે: ગામ કોઠારીયાનાં સર્વે નંબર આવેલ છે. યોજનાનું કુલ ક્ષેત્રફળ 1506038 ચો.મી. એટલે કે 150.60 હેકટર જેટલું છે. યોજના વિસ્તારમાં કુલ 29 સર્વે નંબર અને 72 મૂળખંડ આવેલ છે, જેની સામે ખાનગી તથા સરકારી જમીનોને કુલ 162 અને રાજકોટ મહાનગરપાલિકાને અનામત જમીન તરીકે 63 મળીને 225 અંતિમખંડ બનાવવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા માટે એસ.ઈ.ડબલ્યુ.એસ.એચ. માટે 13, રહેણાંક વેંચાણ માટે 11, વાણિજ્ય વેંચાણ માટે 10, સોશ્યલ ઈન્ફ્રાસ્ટ્રકચર માટે 10 તેમજ ગાર્ડન/ઓપન સ્પેસ/પાર્કિંગ હેતુ માટે 18 પ્લોટ્સ મળીને કુલ 63 અંતિમખંડોની 3,15,309 ચો.મી. જમીન અનામત રાખવામાં આવેલ છે. 301253 ચો.મી. જેટલાં 9 મી., 12 મી., 15 મી., 18 મી., 24 મી., 30મી. અને 45 મી. પહોળાઈનાં અલગ-અલગ ટી.પી. રોડ રાખવામાં આવેલ છે. સરકારી જમીનમાં કપાતની સરેરાશ ટકાવારી 40.43%, ખેતીની જમીનમાં કપાતની સરેરાશ ટકાવારી 39.94%, બીનખેતીની જમીનમાં કપાતની સરેરાશ ટકાવારી 38.73%, સંપૂર્ણ યોજનામાં સરેરાશ કપાતની સરેરાશ ટકાવારી 39.62% રહેશે.