- કારખાનેદાર ને ડિજિટલ અરેસ્ટ કરવાનો મામલો
- કારખાનેદારને ડિજિટલ એરેસ્ટ માં કેસમાં 5 આરોપીને ઝડપાયા
- આરોપીઓ દ્વારા કારખાનેદાર ને ડિજિટલ અરેસ્ટ કરી 5.35 લાખ રકમ પડાવી લીધી હતી
રાજકોટના વેપારીને ડિડિટલ એરેસ્ટ કરીને રૂપિયા પાંચ લાખ પડાવવાના મામલે સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી છે.પોલીસે એકાઉન્ટ નંબરના આધારે પાંચ શખ્સોની ધરપકડ કરી છે.
આ પાંચેય શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે.ઉલ્લેખનિય છે કે આરોપીઓએ EDના આસિસ્ટન્ટ ડિરેક્ટરના નામે કારખાને દારને ઘરમાં ડિજિટલ એરેસ્ટ કરીને પાંચ લાખ રૂપિયા પાડાવ્યા હતા.
જાણો શું હતો સમગ્ર મામલો
રાજકોટના વેપારીની ડિજિટલ એરેસ્ટ કરી મુંબઇ ઇડીના અધિકારીના નામે તેની પાસેથી રૂપિયા 5.35 લાખ રૂપિયા પડાવ્યાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસમા નોંધાઈ છે. આ મામલે પોલીસે સાયબર માફીયા ગેંગને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે. મહત્ત્વનું છે કે, વેપારીને તેમના નામનું સીમ કાર્ડ ખરીદવામાં આવ્યું હોય અને તેનો ગેરકાયદેસર આર્થિક વ્યવહારમાં ઉપયોગ થયાનો ડર બતાવી સાયબર માફીયાઓએ અલગ-અલગ બેંક એકાઉન્ટમા રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા.
મળતી વિગતો મુજબ, રાજકોટના સત્ય સાંઇ હોસ્પિટલ રોડ પર પ્રદ્યુમન પાર્ક 4માં રહેતા પ્રવિણ ઉધાડએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત 29 જાન્યુઆરીના રોજ સવારે 10 વાગ્યે તેમના મોબાઇલમા વોટસઅપ કોલ આવ્યો હતો. જેમાં કોલ કરનારે પોતાની ઓળખ મુંબઈ EDના અધિકારી તરીકે આપી અને પ્રવિણના ડોકયુમેન્ટના આધારે ખરીદેલા સીમ કાર્ડનો ગેરકાયદેસર હવાલા કાંડમાં ઉપયોગ થયાનું જણાવી તેમને આ મામલે ડિજિટલ એરેસ્ટની ધમકી આપી હતી અને સવારે 10 વાગ્યાથી 11 વાગ્યા સુધી રૂમમાં બંધ રાખી ડિજિટલ એરેસ્ટ કર્યા બાદ આ ગઠીયાએ પ્રવિણને તેમના એકાઉન્ટની માહીતી વેરીફાઇ કરવાના ડર બતાવી અલગ-અલગ બેંક એકાઉન્ટમા રૂપિયા 5.35 લાખ બળજબરીથી ટ્રાન્સફર કરાવી લીધા હતા.
ભોગ બનનાર પ્રવિણના મિત્ર ઘરે આવ્યા બાદ તેમને આ બાબતની વાત કરતા આ ડિજિટલ એરેસ્ટના નામે છેતરપીંડી થયાનું જાણવા મળતા આ મામલે પ્રવિણભાઇએ 1930 ઉપર ફરિયાદ કર્યા બાદ આ અંગે રાજકોટ સાયબર ક્રાઇમમા પ્રવીણની ફરીયાદ નોંધવામાં આવી હતી. અલગ-અલગ બેંક ખાતા ધારકો તથા તપાસમાં ખુલે તે તમામ વિરૂધ્ધ ગુનો નોંધી સાયબર ક્રાઇમના ACP ચિંતન પટેલ અને તેમની ટીમે વધુ તપાસ શરૂ કરી