વિસર્જન સ્થળે ફાયર બ્રિગેડનો સ્ટાફ અને પોલીસ બંદોબસ્ત રખાશે
ગણેશ વિસર્જનની શહેરના અલગ અલગ સ્થળે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વ્યવસ્થા કરવામાં આવી છે.ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખા દ્વારા ફા.ઇ.સ સ્ટાફ તેમજ પોલીસ બન્દોબસ્ત માટે તૈનાત રહેશે.
આવતીકાલે તા.6ના રોજ ગણેશ વિસર્જન સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી આજી ઓવર ફ્લો, ન્યારાના પાટીયા પાસે ન્યારા રોડ ખાણમાં,પાળ ગામ જખરાપીરની દર્ગા પાસે અને વાગુદળ ગામના પાટીયા પછી પૂલ નીચે કરી શકાશે. આ સ્થળ ફાયર રેસ્ક્યુ ટીમ પોલીસ સ્ટાફ સાથે હાજર રહેશે. આ ઉપરાંત તા.9 ને શુક્રવારે સવારે 7 કલાક થી રાત્રીના 8 વાગ્યા સુધી ગણેશ વિસર્જન
આજી ઓવર ફ્લો પાસે ખાણ નંબર એક,આજી ઓવર ફ્લો પાસે ખાણ નંબર બે,આજી ડેમ ઓવર ફ્લો ચેક ડેમ,ન્યારાના પાટીયા પાસે ન્યારા રોડ ખાણમાં,મવડી ગામથી આગળ જખરાપીરની દર્ગા પાસે,વાગુદળ ગામના પાટીયા પછી પૂલ નીચે બાલાજી વેફર પાસે કાલાવડ રોડ, 7 એચ.પી પેટ્રોલ પમ્પ સામે આજી ડેમ રવિવારી બજાર વાળા ગ્રાઉન્ડમાં એમ સાત સ્થળ પર ગણેશ વિસર્જન માટે ફાયર રેસ્ક્યુ ટીમ, લાઇટીગ તેમજ ક્રેનની વ્યવસ્થા તથા સીટી પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્ત સહિતની વ્યવસ્થા કરવામાં આવશે.
ગણેશ મહોત્સવના પાંચમા દિને 769 મૂર્તિનું વિસર્જન
ગણપતિ મહોત્સવના પાંચમા દિવસે ગઈકાલે રાજકોટમાં 769 ગણેશ મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યુ હતું. આજી ઓવર ફ્લો પાસે 176 મૂર્તિઓ, ન્યારાના પાટીયા પાસે ન્યારા રોડ ખાણમાં 115 મૂર્તિઓ,પાળ ગામ જખરાપીરની દરગાહ પાસે 455 મૂર્તિઓ, વાગુદળ ગામના પાટીયા પછી પૂલ નીચે 23 મૂર્તિઓ સહિત કુલ 769 મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું.