શરણાઇ ડી.જે. બેન્ડની સુરાવલીઓ અને ફટાકડા, આતશબાજીથી વાજતે ગાજતે વરણાંગ સાથે દુંદાળા દેવનું આગમનRajkot 

ચર્તુથીના શુભ દિન તા. 31 ઓગસ્ટથી તા. 9સપ્ટેમ્બર સુધી રાજકોટ શહેર ભાજપ દ્વારાશહેર ભાજપ કાર્યલય ખાતે ગણપતિ મંગલ મહોત્સવનું સાદગીભેર આયોજન કરવામાં આવેલ છે.

આ તકે વધુ માહીતી આપતા કમલેશ મીરાણીએ જણાવ્યું હતું કે, બુધવારે સવારે 10.30 કલાકે પુજન અર્ચન સાથે શહેર ભાજપ કાર્યાલય ખાતે ગણપતિ આયો બાપ્પા, રિઘ્ધ સિઘ્ધી લાયો, ના નાદ સાથે ભાવ અને ભકિતપૂર્વક ગણપતિ દાદાનું સ્થાપન થશે. તા. 31-8 થી 9-9 રોજે રોજ ગણપતિદાદાનું વેદોકત મંત્રોચ્ચાર સાથે પુજન ર્અન અને સાંજે 7 મહાઆરતી યોજાશે અને તા. 9-9 ના રોજ ગણપતિ યજ્ઞ સાથે  વિર્સજન કરવામાં આવશે. અને આ આયોજનમાં શહેર ભાજપના વિવિધ અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉ5સ્થિત રહી દરરોજ સાંજે 7 કલાકે મહાઆરતીમાં જોડાશે. ત્યારે આવતીકાલે તા. 31 ના ગણપતિ મંગલ મહોત્સવના પ્રથમ દિવસે વોર્ડ નં. 1 તથા ર ના કાર્યકર્તાઓ મહાઆરતીનો લાભ લેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.