રાતના અંધારામાં નબળી ગુણવતા વાળુ કામ કરી કરવામાં આવેલા ભ્રષ્ટાચારને પ્રમુખ ભુપત બોદરે ખુલ્લો પાડયો: સંડોવાયેલા તમામ સામે પગલા લેવાની તજવીજ
રાજકોટ જિલ્લા પંચાયતમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસનનું વચન આપીને સત્તા ઉપર આવેલા ભાજપના પદાધિકારીઓએ સાફસૂફી શરૂ કરી દીધી છે અને કોંગ્રેસના પાછલા શાસનમાં કરવામાં આવેલા ભ્રષ્ટાચારના પોપડા ઉખેડયા છે. જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદરે પંચાયતના બિલ્ડિંગમાં જ લાખો રૂપિયાના ખર્ચે સિમેન્ટના રસ્તા બનાવવાનું નબળા કામનું કૌભાંડ પકડી પાડી સપાટો બોલાવ્યો છે અને આ ભ્રષ્ટાચાર માટે જે કોઈ જવાબદાર અધિકારી કે કોંગ્રેસ શાસનના પદાધિકારી હશે તેની સામે પગલાં લેવાની જાહેરાત કરી છે. આજે પત્રકાર પરિષદને સંબોધતા ભુપતભાઈ બોદરે કહ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી,રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસનના પહેલેથી જ આગ્રહી રહ્યા છે અને અમે પણ આજે નેમ રાખીને ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવા માટે કટિબદ્ધ છીએ અમારી આ ઝુંબેશમાં અમને અમારા તમામ સભ્યો તેમજ જિલ્લા ભાજપની સંગઠનની ટીમનો સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે. અમે આગામી દિવસોમાં પણ ભ્રષ્ટાચાર સામેની ઝુંબેશ હાથ ધરીને જૂનો ઘર કરી ગયેલો કેટલોક કચરો સાફ કરવાના છીએ.
તેમણે કહ્યું હતું કે રાજકોટ જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડમાં સિમેન્ટના રસ્તા બનાવવાના કામે લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે તેવું ધ્યાનમાં આવ્યું છે. કોરોના કાળમાં કોંગ્રેસના શાસનમાં પંચાયતના બિલ્ડિંગમાં આરસીસીના રસ્તા બનાવવાનું કામ થયું ઓગસ્ટ-2020થી ડિસેમ્બર 2020 સુધી રસ્તાનું કામ રાત્રે રાત્રે કરવામાં આવ્યું હતું અને ભાજપનું શાસન આવ્યા બાદ આ કામનું ચેકિંગ કરતા રસ્તાના કામની ગુણવત્તા તદ્દન હલકી કક્ષાની હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આ બાબતે વધુ તપાસ કરતા આ કામ પેટે 4ર લાખ રૂપિયાનું બિલ જિલ્લા પંચાયતમાં રજૂ કરવામાં આવ્યું છે.
આ બિલને મંજુરી પણ આપવામાં આવી નથી તેમ જણાવતા ભુપતભાઈ બોદરે કહ્યું છે કે આ કામમાં નાણાકીય ગેરરીતિ કરવામાં આવી છે અને તેમાં જે કોઈ અધિકારી કે કોંગ્રેસના શાસનના પદાધિકારીની સંડોવણી હશે તેની સામે પગલા લેવામાં આવશે.
ભુપતભાઈ બોદરે આવા ખોટા કામ કરનારા કોન્ટ્રાક્ટરો, ભ્રષ્ટ અધિકારીઓ અને તેમના મળતિયાઓને ચેતવણી આપતા કહ્યું છે કે હવે કોઈ પ્રકારની લાલીયાવાડી ચલાવવામાં નહીં આવે જે કોઈ પંચાયતમાં કામ કરે છે તે નિષ્ઠાપૂર્વક કામ કરે તે જરૂરી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પંચાયતોને વિકાસ કામો માટે આર્થિક ભંડોળ આપે છે, ખેડૂતો માટે આપે છે ત્યારે ભ્રષ્ટાચારનો ચારો ખાવાના મલિન ઈરાદા રાખનારાઓ માટે રાજકોટ જિલ્લા પંચાયતમાં કોઈ જગ્યા નથી.
સુધરી જાજો, હવે ભ્રષ્ટાચાર નહિ ચાલે: ભુપત બોદરની અધિકારીઓ અને જુના પદાધિકારીઓને ચેતવણી
ભ્રષ્ટાચારને નાથવા દરેક ગામમાંથી ત્રણ યુવાનોને આગળ આવવા હાંકલ: ફરિયાદ માટે પ્રમુખે પોતાનો વોટ્સએપ નંબર કર્યો જાહેર
જિલ્લા પંચાયતના નવનિયુક પ્રમુખ ભૂ5તભાઇ બોદરે અધિકારીઓ અને જુના પદાધિકારીઓને ચેતવણી આપી છે કે સુધરી જાજો, હવે ભ્રષ્ટાચાર જરા પણ નહી ચાલે, ઉ5રાંત ભુપતભાઇ બોદરે ભ્રષ્ટાચારને નાથવા દરેક ગામમાંથી ત્રણ યુવાનોને આગળ આવવાની હાંકલ પણ કરી છે. ભુપતભાઈ કહ્યું છે કે ભષ્ટાચાર સામેની આ ઝુંબેશમાં મને પંચાયતના તમામ સભ્યો નો સંપૂર્ણ ટેકો મળ્યો છે અને હજુ આવનારા દિવસોમાં જિલ્લામાં જ્યાં ખોટું થતું જણાશે ત્યાં પગલાં લેવામાં આવશે. તેમણે રાજકોટ જિલ્લા પંચાયત હેઠળ આવતા 595 ગામના યુવાનોને ભ્રષ્ટાચાર સામેની આ ઝુંબેશમાં સહયોગ આપવા અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે દરેક ગામડામાંથી ત્રણ યુવાનો આગળ આવે અને જિલ્લા પંચાયત પ્રમુખના ઈમેલ (બવીાફબિંજ્ઞમફશિજ્ઞતલળફશહ.ભજ્ઞળ) ઉપર કે વોટ્સએપ ( 90333 00125) ઉપર કોઈપણ પ્રકારનો ભ્રષ્ટાચારની માહિતી આપે તો એક ખાસ ટીમ બનાવીને તપાસ કરવામાં આવશે અને જરૂર જણાયે પગલા લેવામાં આવશે. પગલાં લેવામાં કોઈ પણ ચમરબંધી ને પણ છોડવામાં નહીં આવે તેવી જાહેરાત પણ ભુપતભાઈ બોદરે કરી છે.