રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજકોટ શહેર પોલીસ દ્વારા આગામી તા. ૧૮-ફેબ્રુઆરી, ૨૦૧૮ ના રોજ રાજકોટ ખાતે મેરેથોન-૨૦૧૮નું આયોજન કરેલ છે. જેમાં હાલ અત્યાર સુધીમાં ૨૧,૦૦૦ થી વધુ સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે, અને હજુ વધુ ને વધુ સ્પર્ધકો રજીસ્ટ્રેશન કરાવી રહયા છે ત્યારે સ્પર્ધકોને આવી સ્પર્ધા અને રનીંગ વિશે ગહન માહિતી આપવા મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે તા. ૪-૨-૨૦૧૮ ના રોજ સવારે ૧૧.૦૦ વાગ્યે રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોબ ઓફિસ ખાતે કોન્ફરન્સ હોલમાં એક તાલિમ વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ડો. ઉલ્હાસ વિજય સત્યે સ્પર્ધકોને માહિતી આપશે.
ડો. ઉલ્હાસ વિજય સત્યે તબીબી ક્ષેત્ર ઉપરાંત સ્પોર્ટસ રીહેબીલીટેશન તેમજ મેડિકલ એજ્યુકેશન ક્ષેત્રે સને-૧૯૮૨ થી એક્ટીવ છે. તેમના જ્ઞાનનો લાભ મેરેથોનના સ્પર્ધો માટે મૂલ્યવાન પૂરવાર થશે.