- લાઈબ્રેરીમાં 60 વર્ષથી ઉપરના વડિલો અને દિવ્યાંગોને મળશે વાંચવા માટે ફ્રીમાં પુસ્તકો
- જાણો કોણ કોણ લાભ લઈ શકશે
રાજકોટમાં મનપાના નવા બજેટમાં કરેલી જાહેરાતનો અમલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે શરૂ કરી દીધો છે. જેમાં 60 વર્ષ ઉપરના સીનીયર સીટીઝન, દિવ્યાંગો, થેલેસેમીયા, જુવેનાઇલ ડાયાબીટીસના દર્દીઓને લાઇબ્રેરીમાં પુસ્તકનું સભ્યપદ ફ્રીમાં આપવાની અમલવારી શરૂ થઇ ગયાની જાહેરાત કરી છે.
શહેરના ક્યા વિસ્તારોમાં આવેલી છે લાઈબ્રેરી
વોર્ડ નં.7માં કેનાલ રોડ પર આવેલી શ્રીમતિ પ્રભાદેવી જે. નારાયણ પુસ્તકાલય અને ગાંધી મ્યુઝીયમમાં ગાંધી મ્યુઝીયમ લાઈબ્રેરી, વોર્ડ નં.2 માં શ્રોફ રોડ સ્થિત દતોપંત ઠેંગડી પુસ્તકાલય, વોર્ડ નં.8 માં નાનામવા સર્કલ પાસે મહિલા એક્ટીવીટી સેન્ટરમાં મહિલા વાંચનાલય, વોર્ડ નં.9 માં રૈયા રોડ સ્થિત બાબુભાઈ વૈદ્ય લાઈબ્રેરી, વોર્ડ નં.14 માં જિલ્લા ગાર્ડનમાં આવેલ ડો.બાબા સાહેબ આંબેડકર પુસ્તકાલય તથા વોર્ડ નં.-6 મા ચાણક્ય પુસ્તકાલય, ગોવિંદબાગ શાક માર્કેટ પાસે અને બહેનો તથા બાળકો માટેનાં ફરતા પુસ્તકાલય યુનીટ નં.1 યુનીટ નં.2, હાલ કાર્યરત્ત છે. સાથે સાથે વોર્ડ વાઇઝ વિધાર્થિઓ માટે વાંચનાલયો પણ કાર્યરત છે.
વધુમાં તેમને જણાવ્યું હતું કે સીનીયર સીટીઝન, દિવ્યાંગો, થેલેસેમિયા તથા જુવેનાઇલ ડાયાબીટીસગ્રસ્તને પુસ્તકના સભ્યપદ માટે ચુકવવા પાત્ર રકમમાં મુક્તિ આપવામાં આવશે… જેમાં સભ્ય થવાનાં અરજીપત્રક માટેની રકમ (પુસ્તક માટે)ની હાલની ફી રૂ.5/-માં મુક્તિ, દાખલ ફી (પુસ્તક માટે)ની હાલની ફી રૂ.15/- માં મુક્તિ, માસિક લવાજમ એક પુસ્તકની હાલની ફી રૂ.8/-માં મુક્તિ તેમજ માસિક લવાજમ બે પુસ્તકની હાલની ફી રૂ.12/-માં મુક્તિ આપવામાં આવશે.
જાણો કોણ-કોણ લાભ લઈ શકશે….
1. ફકત રાજકોટ શહેરમાં વસતા સીનીયર સીટીઝન, દિવ્યાંગો, થેલેસેમીયાગ્રસ્ત, જુવેનાઇલ ડાયાબીટીસ ગ્રસ્તને જ લાઇબ્રેરીમાં પુસ્તકનુ સભ્યપદ ફ્રી આપવામાં આવશે.
2. સીનીયર સીટીઝન નાગરીકોએ પુસ્તકનું ફ્રી સભ્યપદ મેળવવા માટે સક્ષમ ઓથોરીટી દ્વારા સીનીયર સીટીઝન અંગેનુ પ્રમાણ પત્ર રજુ કરવાનુ રહેશે.
3. દિવ્યાંગ નાગરીકોએ પુસ્તકનુ ફ્રી સભ્યપદ મેળવવા માટે માન્ય સરકારી હોસ્પિટલના ડોક્ટરી પ્રમાણપત્ર મુજબ અંધજનને 100% તથા અપંગ અને બહેરા-મુંગા દિવ્યાંગોને મીનીમમ 40% નું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
4. થેલેસેમીયા ગ્રસ્ત નાગરીકોએ ફપુસ્તકનુ ફ્રી સભ્યપદ મેળવવા માટે માન્ય સરકારી હોસ્પિટલના ડોક્ટરી પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
5. જુવેનાઈલ ડાયાબીટીક નાગરીકોએ પુસ્તક્નુ સભ્યપદ મેળવવા માટે માન્ય સરકારી હોસ્પિટલના ડોક્ટરી પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
6. સીનીયર સીટીઝન, દિવ્યાંગો, થેલેસેમીયાગ્રસ્ત, જુવેનાઇલ ડાયાબીટીસ નાગરીકોએ આધારકાર્ડ/ઈલેક્શન કાર્ડ અથવા કોઈપણ એક રાજકોટ શહેરના રહેઠાણના પુરાવાની ઝેરોક્ષ નકલ રજુ કરવાની રહેશે.
7. આ સિવાય લાઇબ્રેરીનાં તમામ પ્રકારના સામાન્ય નીતિ અને નિયમો આ ચારેય કેટેગરીને લાગુ પડશે.