મહિલાઓના સ્વાસ્થ્ય અને સશક્તિકરણ વિષયક નિષ્ણાંતોએ વિવિધ છણાવટ કરી
ફેમિલી પ્લાનિંગ એસોસિએશન અને રાષ્ટ્રીય શ્રમિક શિક્ષણ તથા યુવા વિકાસ બોર્ડ દ્વારા આજે વિજ્ઞાન કેન્દ્રના હોલમાં મહિલા સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ મહિલા અગ્રણીઓ સાથે યુવા મહિલાઓ વિશાળ સંખ્યામાં જોડાઇ હતી.
કાર્યક્રમમાં નિષ્ણાંતો દ્વારા મહિલાઓની વિવિધ સ્વાસ્થ્ય સમસ્યા સાથે તેના ઉત્થાન અને સશક્તિકરણ બાબતે વિવિધ છણાવટ કરી હતી.
કાર્યક્રમમાં એફ.પી.એ. આઇ.ના પ્રમુખ મહેશભાઇ મહેતા, શ્રમિક બોર્ડના હસમુખ ઝરીયા, રાજેશભાઇ ગોંડલીયા, પરેશ જનાણી સહિતનાં મહાનુભાવો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન મહિલાના આરોગ્યનો કેમ્પ પણ યોજવામાં આવેલ હતો. જેમાં મહિલા તબિબ દ્વારા વિવિધ તપાસ કરવામાં આવી હતી. કુટુંબ કલ્યાણને લગતા વિવિધ વિષયો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
એફ.પી.એ.આઇ. મહિલાના આરોગ્ય વિષયક પ્રશ્ર્ને સતત કાર્યરત: મહેશભાઇ મહેતા
ફેમિલી પ્લાનીંગ એસો. રાજકોટ બ્રાંચના પ્રમુખ મહેશભાઇ મહેતાએ ‘અબતક’ સાથેની વાતચિત માં જણાવ્યું હતું કે મારી સંસ્થા મહિલાના આરોગ્યલક્ષી પ્રશ્ર્ને સતત કાર્યરત છે.
શ્રમિક બોર્ડ મહિલા રોજગારી બાબતે સંપૂર્ણ માર્ગદર્શન આપે છે: હસમુખ ઝરીયા
રાષ્ટ્રીય શ્રમિક શિક્ષણ તથા વિકાસ બોર્ડના અધિકારી હસમુખ ઝરીયાએ ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે મહિલાઓને શિક્ષણ તથા રોજગારી સાથે ઘેર બેઠા વિવિધ કાર્ય કરીને આર્થિક ઉપાર્જન કેમ કરી શકે તે બાબતે સંપૂર્ણ માર્ગદર્શન આપે છે.