આવારા તત્વોએ ચાલુ બાઈક પર યુવતીનો દુપટ્ટો ખેચી છેડતી કરી યુવકને ધોકા વડે માર માર્યો
રાજકોટમા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ આવારા તત્વો બેફામ થયા છે.ત્યારે ઢોલરા ચોકડી પાસે બહેનની છેડતી કરતાં શખ્સોને ભાઈએ તપાસતા ચાર શખઓએ છરી-ધોકાથી હુમલો કર્યો હતો.હુમલામાં યુવકને ઈજા પહોંચતા તેને સારવારમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવ અંગે આજીડેમ પોલીસે ચાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
વિગતો અનુસાર કોઠારીયા સોલવન્ટ ખાતે રહેતા સિરજભાઈ અઝીમભાઈ સોરાએ રાજકોટમાં જ રહેતા ભૂરો ઉર્ફે અલારખા ઇબ્રાહિમ ખેબર,મોન્ટી ઉર્ફે મોઈન પરમાર, સોયબ વિસણ અને સોહિલ ખેભર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે, ગત રાત્રીના તેઓ પરિવાર સાથે મવડી ચોકડી પાસે આવેલ પીત્ઝા ઝોનમાં જમવા ગયા હતા. એ સમયે તેઓ બાઈક ચલાવતા હતા અને તેમની બહેન પણ બાઈકમાં સવાર હતી. રાત્રીના ગોંડલ ચોકડી તરફ જવાના સર્વીસ રોડ જય ગણેશ ફોર્ડ શોરુમની સામે પહોંચ્યા હતા.એ સમયે પાછળથી બે બાઇકમાં આરોપીઓ ધસી આવ્યા હતા.
આરોપીઓએ સિરાજભાઇના બાઇકની બાજુમાં બાઇક ચલાવવા લાગ્યા હતા અને આરોપી અલ્લારખાએ તેમની બહેન વિષે બીભત્સ ટિપ્પણી કરી ચુંદડી ખેંચવાનો પ્રયાસ કર્યો હતો.જેથી સિરાજભાઈએ પોતાનું બાઇક ઉભું રાખી ’કેમ મારી બહેનનો દુપટ્ટો ખેંચ્યો’ તેમ કહેતાં આરોપી અલ્લારખા ઉશ્કેરાઈ જઈ છરી કાઢી સિરાજભાઇના પેટના ભાગે ઘા ઝીંકી દીધો હતો. તેમજ સોયેબ અને સોહિલે પણ છરીથી હુમલો કર્યો હતો. અને ત્યાં પડેલા ધોકાથી સિરાજભાઇને ઢોર માર માર્યો હતો.
જેમાં તેને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.હાલ પોલીસે ચારેય શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.