પાડોશી વચ્ચે ચાલતા ઝઘડામાં સિવિલ હોસ્પિટલ પર સમજાવવા જતા થયો જીવલેણ હુમલો: પૈસાની લેતી દેતી પ્રશ્ને અગાઉ પણ યુવાન પર ફાયરિંગ થયું’તું
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળતી દેખાઈ રહી છે. ત્યારે ગઇ કાલે પાડોશીના ઝઘડામાં સમાધાન કરવા સિવિલ હોસ્પિટલ ગયેલા ભાજપ અગ્રણી પર ચાર શખ્સો સહિતનાઓએ છરી વડે ખૂની હુમલો કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. તો બીજી તરફ જાણવા જેવી બાબત એ છે કે ભૂતકાળમાં પણ પૈસાની લેતી દેતી મામલે યુવાન પર ફાયરિંગ થયું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટના સત્યમનગરમાં રહેતા કમલેશગીરી અરવિંદગીરી ગોસ્વામી (ઉં.વ.45) આજે રાત્રે ગાંધીગ્રામ વિસ્તારમાં લાખના બંગલા પાસે ઉભા હતા ત્યારે રીક્ષાના ચાલકે તેને હડફેટે લેતાં ઈજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ સમયે ગાંધીગ્રામના ગોવિંદનગરમાં રહેતો હર્ષિત રમેશભાઈ જાની (ઉં.વ.28) નામનો યુવાન રીક્ષાવાળા તરફે ભલામણ કરવા ઈજાગ્રસ્ત કમલેશગીરી પાસે ગયો હતો. તમામ લોકો સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી વોર્ડ પાસે ઉભા હતા ત્યારે બોલાચાલી થતાં કમલેશ ઉપરાંત તેના પુત્ર જયેશ, ભુરો ઉર્ફે જીગર, અમિત કોળી અને એક અજાણ્યા શખ્સ તેના પર છરી અને ધોકા વડે હુમલો કરતા સિવિલ બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.બીજી તરફ તમામ હુમલાખોરો શખ્સો ઈકો કારમાં ત્યાંથી ભાગી ગયા હતા.
બોલાચાલી બાદ હોસ્પિટલ એકઠા થયેલા કારમાં આવેલા ટોળાંએ છરી વડે હુમલો કરી હોસ્પિટલને બાનમાં લઇ યુવાન હર્ષિત જાની પર જીવલેણ હુમલો કરી ત્યાંથી નાસી ગયા હતા. ઘટનાની જાણ થતા પ્ર.નગર ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલે પહોંચી ગયો હતો. તેમજ બનાવના પગલે ત્યાં બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. મોડીરાત્રે પોલીસે આ મામલે ગુનો દાખલ ક2વા તજવીજ શરૂ કરી હતી.