કોરોના કાળમાં શિક્ષણ ક્ષેત્રને ખુબ માઠી અસર પહોંચી છે અને એમાં પણ વિઘાર્થીઓના કુમળા માનસ પર તેની ગંભીર અસરો જોવા મળી, વિઘાર્થી આલમ અન્ય મનસ્ક અને દિશાશૂન્ય જણાયા, તેનાથી ચિતિત બની રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે પોતાનું સામાજીક દાયિત્વ નિભાવવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મનોવિજ્ઞાન ભવનના સહયોગથી વિઘાર્થીઓને અસમંજસના અંધકારમાંથી આત્મવિશ્ર્વાસમાં ઉજાસ લાવવાનો ભગીરથ પ્રયાસ આદર્યો….! તેના ફળસ્વરુપ રાજકોટ શહેરના અલગ અલગ ઝોનમાં 13 શાળાઓમાં વિઘાર્થી કાઉન્સેલીંગ સેન્ટર કાર્યરત થશે. તે પૈકી બેડીપરા ઝોન અંતર્ગત ભૂષણ સ્કુલ ખાતે તાજેતરમાં વિઘાર્થી કાઉન્સેલીંગ સેન્ટરનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો. ઉજાસ સ્ટુડન્ટસ કાઉન્સેલીંગ પ્રોગ્રામ નો મુખ્ય હેતુ કોરોના કાળમાં વિઘાર્થીઓનો પ્રત્યક્ષ અભ્યાસ ખોરવાતા બાળકોમાં માનસિક તનાવ સર્જાયો અને તેના કારણે બાળકો અવ્યકત એવા ભયનો શિકાર બન્યાં.
બાળકોને આ અંધકારમાંથી બહાર લાવવા મનોવૈજ્ઞાનિક કાઉન્સેલીંગ જરુરી બન્યું. આ તકે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી. મહેતા, મહામંત્રી પરિમલભાઇ પરડવા તથા પુષ્કરભાઇ રાવલ, સૌરાષ્ટ્ર ઝોન ક્ધવીનર મેહુલભાઇ પરડવા તથા જયદીપભાઇ જલુ, રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી, કૈલા, શિક્ષણવિદ ગીજુભાઇ ભરાડ, વિધાનસભા-68 ના ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી તથા રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ તથા ગુજરાત રાજય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના ઉપપ્રમુખ જતીનભાઇ ભરાડ એફ.આર.સી. મેમ્બર (રાજકોટ ઝોન) અજયભાઇ પટેલ તથા સૌરાષ્ટ્ર યુનિ. મનોવૈજ્ઞાનિક ભવના ડો. યોગેશભાઇ જોગરાણ અને ડો. ધારાબેન દોશી ઉ5સ્થિત રહ્યા હતા. શિક્ષણક્ષેત્ર સાથે સંકળાયેલા વિદ્વાન મહાનુભવો તથા માનસશાસ્ત્રના તજજ્ઞોના સહિયારા પ્રયાસરુપ આ ચિંતન શિબિરનું ગૌરવરૂપ આયોજન ભૂષણ સ્કુલના યુવા સંચાલક પરિમલભાઇ પરડવા તથા મેહુલભાઇ પરડવાની રાહબરી નીચે કરવામાં આવ્યું. પરિમલભાઇ પરડવા રાજકોટ જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળમાં મહામંત્રી તરીકે પણ સેવા આપી રહ્યાં છે. જયારે મેહુલભાઇ પરડવા ગુજરાત રાજય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળમાં સૌરાષ્ટ્ર ઝોનના ક્ધવીનર પદે કાર્યરત છે.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભુષણ હાયર સેક્ધડરી સ્કુલ (ઇગ્લીશ મીડીયમ) ના હેડ ઓફી ડિપાર્ટમેન્ટ સૌમિલભાઇ એ કર્યુ, ભૂષણ સ્કુલ કેમ્પસમાં કાર્યરત આ કાઉન્સેલીંગ સેન્ટર આગામી દિવસોમાં વિઘાર્થીની મુંઝવણમાં માર્ગદર્શકની ભૂમિકા ભજવશે. આ કાઉન્સેલીંગ સેન્ટરમાં કાઉન્સેલર તરીકે ભૂષણ સ્કુલના યુવા શિક્ષકો સૌમિલભાઇ ઉચાટ, અલ્પેશભાઇ સાવલિયા તેમજ દિપકભાઇ લાખાણી કે જેઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી યુનિવર્સિટી, મનોવિજ્ઞાન ભવનના તજજ્ઞો પાસેથી વિધિવત તાલીમ મેળવેલ છે. તેઓ પોતાની સેવા પૂરી પાડશે.