કોરોનાના કારણે કલેકટર તંત્રનો નિર્ણય : કેસોનો ભરાવો
અબતક, રાજકોટ : રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીને કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય, અપીલ બોર્ડ સતત ચોથી વખત મોકૂફ રાખવામાં આવ્યું છે. હવે સંક્રમણ ઓછું થયા બાદ આ બોર્ડની નવી તારીખો જાહેર કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટ જિલ્લામાં આમ તો કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. દૈનિક કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. પણ તકેદારીના ભાગરૂપે હજુ સુધી અપીલ બોર્ડ શરૂ કરવામાં આવ્યું નથી. આજ રોજ સતત ચોથી વખત અપીલ બોર્ડ મોકૂફ રાખવાની કલેક્ટર તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. છેલ્લે ઘણા સમયથી અપીલ બોર્ડ યોજાયું ન હોય કલેકટર કચેરીમાં કેસોનો ભરાવો થયો હોવાની વિગતો મળી રહી છે.
આવતીકાલે લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક
જિલ્લા કલેકટર કચેરી ખાતે આવતીકાલે લેન્ડગ્રેબિંગ કમિટીની બેઠક યોજાવાની છે. છેલ્લા ઘણા સમયથી કોરોનાના કારણે લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક યોજવામાં આવી ન હોય કેસોનો ભરાવો થયો હતો. હવે આવતીકાલે લેન્ડગ્રેબિંગ કમિટીની બેઠક યોજનાર છે.