વરસતાં વરસાદમાં પણ ખેલૈયાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી
રાજકોટમાં સૌ પ્રથમ વખત મશીન ટુલ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા બાય બાય નવરાત્રીનું ભવ્ય આયોજન તા 6 ને ગુરુવારના રોજ લિયો લાયન્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં એસોસીએશનના દરેક પરિવારના આશરે 1200 જેટલા સભ્યોએ હર્ષ ઉલ્લાસ સાથે ભાગ લીધો હતો.
આ રાસોત્સવનું આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં એસોસિએશન દ્વારા નાના બાળકોથી માંડીને , જુનિયર સિનિયર તથા સિનિયર સિટીઝન સહિતના ખેલૈયાઓને પ્રોત્સાહન આપવા માટે પ્રિન્સ પ્રિન્સેસ, વેલ ડ્રેસ વગેરે જેવા ઈનામો અલગ અલગ કેટેગરીમાં આપવામાં આવ્યા હતા. આ સાથે સભ્યો માટે ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.રાત્રિના સમયે વરસતા વરસાદમાં પણ ખૂબ જોમ જુસ્સા સાથે ખેલૈયાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.
એસોસિએશનના સભ્યોના સાથ સહકારથી બાય-બાય નવરાત્રિ થઈ સફળ: યોગીન છનીયારા
રાજકોટ મશીન ટુલ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ યોગીન છનીયારાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સૌ પ્રથમ વખત રાજકોટ મશીન ટુલ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા બાય બાય નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ સમયે વરસાદના અમી છાંટણામાં પણ સભ્ય મિત્રના પરિવારજનોએ ખૂબ જ સારી રીતે આજે ડાંડિયારાસનું પર્વ માણેલો હતો આ સાથે સભ્ય તેમજ પરિવારજનો માટે ભોજન સમારંભનું આયોજન કરેલ હતું તેમજ અલગ અલગ કેટેગરીના 100 ખેલૈયાની ઉપર ઈનામની વણઝાર કરવામાં આવેલ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે તેઓનું આ આયોજન બધા સભ્યો તેમજ પરિવારજનોના સાથ સહકારથી સફળતાપૂર્વક પૂર્ણ થયેલ છે.
ખૂબ જ ઉત્સાહથી નવરાત્રિનો આ પર્વ સભ્ય દ્વારા ઉજવવામાં આવ્યો: હિતિક્ષા મકવાણા’
જયશ્રી મશીન ટૂલ્સ ના રીક્ષા મકવાણાએ અબ તક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ નવરાત્રીમાં ગરબા રમવાના ખૂબ જ શોખીન છે સાથે સાથે તેમને જણાવ્યું હતું કે આજના દિવસે વરસાદ હોવા છતાં પણ એસોસિએશનના દરેક પરિવારના સભ્યોએ આદિવાસી ખૂબ જ રંગે ચંગે ઉજવ્યો તેમજ આયોજન પણ ખૂબ જ સારું હતું આ સાથે તેમણે જણાવ્યું હતું કે આ આયોજન પહેલી વખત કરવામાં આવ્યું છે અને હજુ પણ આગામી દિવસોમાં આવા કાર્યક્રમો થતા રહે જેથી કરીને એસોસિએશનના પરિવારના સભ્યો તહેવારને સાથે મળીને માણી શકે.