ચુનારાવાડ ચોકમાં મહાદેવ ડેરી ફાર્મમાંથી 9 કિલો વાસી મીઠાઈ મળી: અનેક જગ્યાએથી સેમ્પલ લેવાયા
રાજકોટ મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા અનુસંધાને દૂધ સાગર માર્ગ, શિવાજી નગર-1, ચુનારાવાડ ચોક પાસે આવેલ મહાદેવ ડેરી ફાર્મમાં ચકાસણી કરેલ તપાસ દરમિયાન અનહાઇજીનીક રીતે સ્ટોરેજ કરેલ વાસી મીઠાઇના 09 સલ જથ્થાનો નાશ કરેલ તથા યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે તથા ફૂડ રજીસ્ટ્રેશન માંથી ફૂડ લાઇસન્સ મેળવી લેવા બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ સ્થળ પરથી ચોકલેટ જેલી બરફીનું સેમ્પલ લેવામાં આવેલ હતા.
ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ 5 નમૂના લેવાયા; ચોકલેટ જેલી બરફી (લુઝ): સ્થળ મહાદેવ ડેરી ફાર્મ -દૂધ સાગર રોડ, ચુનારાવાડ ચોક પાસે, ચિકન મસાલા સબ્જી સ્થળ સુરતી એગ મસ્તી -પ્લોટ નં-6, ગેલેક્સી પાર્ક-2, કાલાવડ રોડ, ઈંડા કરી પટેલ એગ ઝોન -સેરેમની ક્લબની બાજુમાં, કિંગ્સ ક્રાફ્ટ હોટેલ વાળી શેરી, મોટા મૌવા, ચિકન મસાલા સબ્જી એ-1 કેટરર્સ -ફૂલછાબ ચોક, નુતન પ્રેસ રોડ, સદર બજાર રોડ, શ્રીખંડ (લુઝ): સ્થળ જય માટેલ સ્વીટ નમકીન -રામનગર 4/5, અમરનાથ સ્કૂલ પાસે, નવા થોરાળા, 80’ ફૂટ રોડ, પર તપાસ હાથ ધરીને કાર્યવાહી કરી.
ફૂડ વિભાગ તથા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ભગવતીપરા મેઇન રોડ ખાતે આવેલ નોનવેજનું વેચાણ કરતી 6 પેઢીમાં તપાસ કરવામાં આવેલ. જેમાં દર્શાવેલ વિગતો મુજબ તપાસ દરમિયાન પેઢીમાં બિનઆરોગ્યપ્રદ સ્થિતિમાં ખુલ્લા રાખેલ તેમજ સંગ્રહ કરેલ વાસી નોનવેજ ખાધ્ય પદાર્થોનો કુલ 31 સલ જથ્થો નાશ કરવામાં આવેલ તથા 3 પેઢીને હાઇજીનિક કંડીશન તથા યોગ્ય સ્ટોરેજ જાળવવા અંગે નોટિસ આપવામાં આવેલ હતી.
તાજ કેટરર્સ- 15 કીલો વાસી નોનવેજ પ્રિપેર્ડ ફૂડનો નાશ તથા સ્ટોરેજ અને હાઇજીનિક કંડીશન જાળવવા અંગે નોટિસ, ન્યુ કિસ્મત આમદાવાદી તવા -12 કીલો વાસી નોનવેજ પ્રિપેર્ડ ફૂડનો નાશ જીલાની કેટરર્સ- 4 કીલો વાસી નોનવેજ પ્રિપેર્ડ ફૂડનો નાશ ગૌસિયા કેટરર્સ, 181 ચિકન સેન્ટર, કે.જી.એન. ચિકન સેન્ટર – હાઇજીનિક કંડીશન તથા સ્ટોરેજ બાબતે નોટિસ ફટકારવામાં આવી છે.
ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે સદર બજાર વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ 20 પેઢીની ચકાસણી કરવામાં આવેલ ચકાસણી દરમિયાન વેંચાણ થતાં ઠંડાપીણાં, આઈસક્રીમ, દૂધ તથા દૂધની બનાવટ, મસાલા, બેકરી પ્રોડક્ટ તથા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ વિગેરેના કુલ 11 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ તથા 06 પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ હતી. જેમાં
હિલટોપ પાન સેન્ટર , સદગુરુ પાન કોલ્ડ્રિંક્સ, કક્કડ પ્રોવિઝન સ્ટોર , મેટ્રો કોલ્ડ્રિંક્સ, પંજવાણી પ્રોવિઝન સ્ટોર , પંજવાણી મેડિકલ સ્ટોર્સ , મોહરજીભાઇ ચાકુભાઇ જનરલ સ્ટોરને લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ હતી.
તથા શ્રી નાથજી ફ્રૂટ એન્ડ જ્યુસ, સત્યવિજય આઈસક્રીમ ,ન્યુ ભારત સ્વીટ માર્ટ, ભારત ફરસાણ , રાજેશ ચીકી , બોમ્બે બેકરી , ક્રિશ્ના ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ , સંગમ ચીકી, મણિલાલ ભાનજી સ્ટોર્સ , અમોલા પાન , મે. કેશવજીલાલ ભાનજી, વિનોદ બેકરી, સંગમ વેરાયટી સ્ટોર્સ ની ચકાસણી કરવામાં આવેલ હતી.