ગત તા.૬.૧૧ના રોજ ગુજરાત સરકાર અને સંગીત નાટક અકાદમીના ઉપક્રમે વડનગર ખાતે ભકત કવી નરસિંહ મહેતાની દોહીત્રીઓ તાના અને રીરીની પાવન ભૂમી પર યોજાયેલ તાનારીરી મહોત્સવ ૨૦૧૯માં ૩ વિશ્વ કીર્તિમાનો રચાયા, જે અંતર્ગત વાંસળી વાદકોએ વિશ્વ કીર્તિમાન સાથે પેલો, તેમાં રાજકોટનાં સંગીત સાધક ભૂષણ પાઠકજીના વેણુ પરિવારના ૧૪ સદસ્યોએ પ્રસ્તુતિ કરી હતી અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન મેળવ્યું હતુ.
જેમાં ભૂષણ પાઠક, પારસ કાતરોડિયા, દિવ્યેશ મોલિયા, ડો. નિલય પંડયા, જય ચાવડા, કપિલ વાજા, અંકુર સેજરીયા, શ્રીમદ સુરેલીયા, બંસરી પાવગઢી, નિમિષા પારેખ, હિતાશું જોશી, ધનજય જોશી, પર્વ જોશી, શરદ વિઠલાણી અને દુર્ગેશ યાદવે માં સરસ્વતીની સાધના કરેલી.