10 મોબાઇલ, ઘડીયાળ અને હાર્ડડિસ્ક મળી કુલ રૂ. 3.20 લાખનો મુદામાલ કબ્જે
શહેરમાં ચોરી અને ગઠીયાગીરીના બનાવોમાં ભારે વધારો થયો છે. ત્યારે ફલિકકાર્ડમાં નોકરી કરતાં ડીલેવરી બોયઝ ગઠીયાગીરી કરી 10 મોધાઘાટ મોબાઇલ ઘડીયાળ અને આઇફોન વોચ ડીલીવરી કરવાની જગ્યાએ પોતાના પાસે રાખી બીજા લોકોને વેંચી કંપની સાથે છેતરપીંડી કરતા તેની ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી કુલ રૂ. 3.20 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
બનાવ અંગેની મળતી માહીતી મુજબ ફલિપકાર્ટમાં ડીલેવરી બોય તરીકે નોકરી કરતો ઉમંગ મનસુખ જુવારદા (ઉ.વ.19) (રહે. મવડી ચોકડી મેઇન રોડ) એ કંપની સાથે છેતરપીંડી કરી અને 10 મોબાઇલ ફોન, સ્માર્ટવોચ અને હાર્ડ ડિસ્કની ચોરી કર્યાની જાણ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. વી.કે.ગઢવીને મળતા તેની માર્ગદર્શન હેઠળ પી.એ.આઇ. પી.એમ. ધાખડા અને તેમની ટીમના ભાવેશભાઇ ગઢવી અને અમીતભાઇ અગ્રાવતને બાતમી મળતા ચોરને મવડી પાસેથી ઝડપી પાડયો હતો. અને તેની પુછતાછ કરતા તેને કબુલાત આપી હતી કે દીવાળીના સમય હોવાથી કંપનીમાં ભારે ઓડર હતા અને ડીલેવરી ઘણી હતી.
જેથી તે મોધા ફોન અને અન્ય એકસસેરીઝની ડીલેવરી ન કરતો અને તેની ચોરી કરી બીજા વ્યકિતને વિશ્ર્વાસમાં લઇ વહેંચી નાખતો હતો જેથી દીવાળી બાદ ફલિપકાર્ટની વસ્તુની ડિલેવરી કરતી કંપની ઇ-કોર્ટને એકાઉન્ટમાં જાણ પડતા તેના વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેને ઝડપી પાડી તેની પાસેથી એપલનો બે ફોન, રીયલ મીના પાંચ મોબાઇલ ફોન વિવો, મોટોરેલા અને ઇન્ડીનીટી કંપનીના એક એક ફોન અને એક સ્માર્ટ વોચ, હાર્ડ ડીસ્ક કબ્જે કરી કુલ રૂ. 3,20,122 નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.