રાજકોટના મધ્યસ્થમાં આવેલા શાસ્ત્રી મેદાન નજીકની એવરેસ્ટ બિલ્ડીંગના નવમા માળે ગઈકાલે એ ડિવિઝન પોલીસ દ્વારા દરોડો પાડી મોટી જુગાર ક્લબ પકડી પાડી હતી જેમાં ૨૫ શખ્સોની ધરપકડ કરી હતી ત્યારે તે બાદ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ વાય.બી.જાડેજાની ટીમ દ્વારા શહેરમાં બે સ્થળે જુગારના દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં શહેરના પોસ્ટ વિસ્તાર ગણાતા અમીન માર્ગ પર આવેલ વિદ્યાકુંજ સોસાયટીમાં આવેલા બિલ્ડરના ફ્લેટમાં છેલ્લા બે વર્ષથી ચાલતી જુગાર ક્લબ પર દરોડો પાડી જુગાર રમતા પાંચની પકડ કરી લોકર રૂપિયા બે લાખ સહિત કુલ રૂપિયા ૧૬.૫૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.જ્યારે બીજા દરોડો બોલ્યા પરા પાસે સાધુ સમાધિ સ્મશાન નજીક પાડવામાં આવ્યો હતો જેમાં ૨૦ અશોક સોની ધરપકડ કરી કુલ રૂપિયા ૭૦ હજાર રોકડ કબજે કરી છે. શહેરમાં સતત બે દિવસ જુગાર ધામ પર પોલીસ દ્વારા કાર્યવાહી કરતા પતા પ્રેમીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે
રોકડ રૂ.૨.૦૨ લાખ ,મોબાઈલ ફોન અને મોંઘીદાટ કાર મળી રૂ.૧૬.૫૭ લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે
કુબલિયાપરામાં જુગાર રમતા ૨૦ શકુનીઓની રૂ.૭૦ હજારની રોકડ સાથે ધરપકડ
પ્રથમ દરોડાની મળતી વિગતો મુજબ શહેરમાં પોશ વિસ્તાર અમીન માર્ગ નજીકની વિદ્યાકુંજ સોસાયટી મેઈન રોડ પરનાં તારીકા એપાર્ટમેન્ટનાં બ્લોક નંબર ૨૦૧માં બીજા માળ સ્થિત બિલ્ડર વલ્લભભાઈ નાથાભાઈ ભલાણીનાં ફલેટમાં આજે બપોરે ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી જુગાર રમતાં પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા.ચોકકસ બાતમીનાં આધારે કાઈમ બ્રાંચના પીએસઆઈ હુણ સહિતના સ્ટાફે દરોડો પાડતા ફલેટનો દરવાજો અર્ધખૂલ્લો જોવા મળ્યો હતો. અંદર જોતાં હોલ બાદ આવતા રૂમમાં લાકડાનાં જુગાર રમાતો હતો.ફલેટમાંથી બ્રાંચે વલ્લભ ભાઈ ઉપરાંત અક્ષર માર્ગ પર સમર્થ ટાવરમાં રહેતા પિનાકીનભાઈ કંચનભાઈ વાછાણી ,નાના મવા મેઈન રોડ પર રોયલ શેલ્ટર એપાર્ટમેન્ટમાં રહેતા જયેશભાઈ માવજીભાઈ વિરડીયા ,પંચનાથ પ્લોટમાં રહેતા હેતુલભાઈ ચંદુંભાઈ શાહ અને રૈયા રોડ પર રહેતા જયંતિભાઈ જગસિંહભાઈ ઝાલાને ઝડપી લીધા હતા. પટ્ટમાંથી ક્રાઈમ બ્રાંચે રોકડા રૂપિયા ૨.૦૨ લાખ ,રૂ.૧.૫૫ લાખની કિંમતના મોબાઈલ ફોન થતા પાર્કિંગમાંથી વલ્લભ ભાઈની ઓડી કાર અને જયંતીભાઈની હોન્ડા સિટી કાર મળી રૂા.૧૯.૫૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જ્યારે આરોપોમાં મોટાભાગનાં બાંધકામનાં વ્યવસાય સાથે સંકળાયેલા છે. જયારે આરોપી જયંતિભાઈ નોકરી કરે છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે બીજા દરોડાની વિગતો મુજબ કુબલીયાપરામાં સાધુ સમાધી સ્મશાન પાસે નદીના કાંઠે જાહેરમાં અંદર બહાર માંગ પત્તાનો જુગાર રમતાં ૨૦ પત્તાપ્રેમીઓને ક્રાઈમ બ્રાંચે રૂા. ૭૦ હજારની રોકડ સાથે પકડી લઈ કાર્યવાહી કરી હતી. જેમાં ધરપકડ કરાયેલાઓમાં પાનની દુકાન ધરાવતા વિક્રમ લાભુ રાઠોડ, ઈકબાલ સલીમ સૈયદ, પ્રકાશ નાનુ જોટાણીયા, નરેશ જાદુ ડાભી, કિશન ગટુર વાલાણી, રાજેશ જાદવ શિંગાળા, રજાક મામદ પીપરવાડીયા, મહેશ જેઠા ચાવડા, પિયુષ હેમત પાંડવ, સોહન રવજી મકવાણા, રાજેશ અર્જુન સંઘાણી, સુરશ પોપટ પરમાર, દુષ્યંત ઇચ્છાશંકર જાની, દિલીપસિંહ બળવંતસિંહ સરવૈયા, અજય મનસુખ સોલંકી, રાજેશ. અરવિંદ હેરમા, સુનિલ મનોજ રાઠોડ, યુસુફ મહમદ ખેડારા, દિનેશ લવજી કુમરખાણીયા અને ફિરોઝ જસમુન અંસારીનો સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીઓ પૈકી મોટાભાગના મજૂરી કામ કરે છે જ્યારે બે પાનની દુકાન અને બે રિક્ષાચાલક છે.