બેડી ચોકડી પાસે મામાપીરના દર્શન કરી અવાવરૂ સ્થળે લઘુશંકા કરવાનું બહાનું કરી મિત્રે પાંચ શખ્સોની મદદથી સોનાનું કડુ અને કિંમતી ઘડીયાળની લૂંટ ચલાવી હતી
પ્ર.નગર પોલીસે સોનાના ઘરેણા, ઘડીયાળ, બે એકટીવા અને છ મોબાઇલ મળી રૂ.5.32 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
શહેરના રેલનગર સાધુવાસવાણી રોડ પર અવાવરૂ સ્થળે યુવકને મારમારી સોનાનું કડુ અને મોંઘી ઘડીયાલની લુંટ ચલાવવાના ગુંનોના પ્ર. નગર પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી મિત્ર સહિત પાંચ-શખ્સોની ધરપકડ કરી ઘરેલા, ઘડીયાલ અને બે એકિટવા મળી રૂ.5.32 લાખનો મુદ્દામાલ કબ્જે કરી નાશી છૂટેલા એક શખ્સની શોધખોળ હાથ ધરી છે.
પોલીસ માંથી વિગત મુજબ જામનગર રોડ પર આવેલા માધાપર ગામે વૃંદાવન સોસાયટીમાં રહેતો હિતેશભાઇ ગોરધન મુંગરા નામનો પટેલ યુવાન તેના મિત્ર દેવપરા મેઇન રોડ પર આવેલા ભવાની ચોકમાં રહેતો અને ધમેન્દ્ર રોડ પર કપડાની દુકાનમાં કામ કરતો શાહરૂખ અજીત માંગરીયા નામનો મુસ્લિમ યુવક સાથે બેડી ચોકડી પાસે આવેલા મામાપીરના મંદિરેથી દર્શન કરી એકિટવામાં પરત આવી રહ્યા હતા. ત્યારે રેલનગર સાધુવાસવાણી કુંજ રોડ પર અવાવરૂ સ્થળે પહોંચવા ત્યારે અજીત માંગરભાઇ બાથરૂમ જવા એકિટવા ઉભુ રખાવ્યું હતું.
ત્યારે પાંચ-અજાણ્યા શખ્સો બાઇક અને એકિટવામાં આવી હિતેશ મુંગરાને મારમારી સોનાનુ કડુ અને કિંમતી ઘડીયાળની લૂંટ ચલાવ્યાની પ્ર. નગર પોલીસ મથકમાં ફરિયાદમાં જણાવ્યું હતું.
પોલીસે લૂંટની ઘટનાની ગંભીરતા લઇ ઉચ્ચ અધિકારીના માર્ગદર્શન હેઠળ પ્ર.નગર પોલીસ મથકના પી.આઇ. એલ.એલ. ચાવડા સહિતના સ્ટાફ હિતેશભાઇ મુંગરાની સાથે દર્શન કરવા ગયેલા શાહરૂમ માંગરીયાની યુકિત-પ્રયુકિત ઉપર કરેલી આકરી પુછપરછમાં પડી ભાંગ્યો હતો.
આ લુંટના સંડાવાયેલા ભગવતીપરા સુખસાગર સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતો સરફરાજ અજીત મીર, વસીજા ઉર્ફે ભૂરો, યુનુસ પરમાર, સહાય અમીન પરમાર, રાહિલ ઉર્ફે રાઇલો, રાહીમ સુધાગુણીયા અને અલ્તાફ તનુ સહિતના શખ્સોની મદદથી લુંટ કર્યાની આપેલી કબુલાતના આધારે સ્ટાફે ગણતરીના કલાકોમાં સફરરાજ મીર, વસીમ ઉર્ફે ભુરો પરમાર, સદામ પરમાર અને રાહિલ ઉર્ફે રાઇલો સુમરાને રાત્રે જ ઉઠાવી પોલીસે કિંમતી ઘડીયાલ, સોનાના ઘરેણા, બે એકિટવા અને છ મોબાઇલ મળી રૂ.5.32 બાપનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.જયારે આ ગુંનામાં નાશી છૂટેલા મોરબી રોડ લાતી પ્લોટ શેરી નં.11માં રહેતો અલ્તાફ તનુ શેખને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યો છે.
આ ઉપરાંત ઝડપાયેલા સરફરાજ શેરૂકા નામના શખ્સ પીક પોઇન્ટ મેન્સવેર કપડાના શો રૂમમાં નોકરી કરે છે. એ ડિવીઝન પોલીસ મથકના ચોપડે ચોરીના ગુંનામાં સંડોવાયેલા છે. તેમજ સદાય પરમાર ધર્મેન્દ્ર રોડ પર આવેલી એસ.કે. સીલેકશનમાં નોકરી કરે છે. આજી ડેમ પોલીસ મથકના ચોપડે લૂંટના ગુનામાં ચડી ચુકયો છે.
આ બનાવની કામગીરી કરનાર પી.આઇ. એલ.એલ. ચાવડા, પી.એસ.આઇ. કે.ડી. પટેલ, સ્ટાફ દેવશીભાઇ, વિજયસિંહ, જનકભાઇ કુંગશીયા, યુવરાજસિંહ જાડેજા, કુલદિપસિંહ, પ્રદિપસિંહ ગોંહિલ અને મહાવીરસિંહ જાડેજા સહીતના સ્ટાફે કામગીરી બજાવી હતી.