અંતિમ દિવસોમાં ફાયર બ્રિગેડની મંજૂરી માટે અરજીઓનું પ્રમાણ વધે તેવી સંભાવના: ગત વર્ષે 125 માંથી 112 અરજીઓ કરાઈ હતી મંજૂર

દિવાળીના તહેવારોમાં શેરી અને ગલીએ ગલીએ ફટાકડાના સ્ટોલ ખડકાઈ જાય છે. જે પૈકી માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ લોકો  ફાયર બ્રિગેડ શાખાની મંજૂરી મેળવતા હોય છે. દિવાળીના આડે હવે એક પખવાડીયાનો સમય બાકી રહ્યો છે ત્યારે ફટાકડાના સ્ટોલ માટે મંજૂરી આપવા ફાયર બ્રિગેડ શાખા સમક્ષ અત્યાર સુધીમાં 60 જેટલી અરજીઓ આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. તમામને ફાયર એનઓસી આપવા માટે ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.

ગત વર્ષે કોરોનાકાળમાં શહેરમાં દિવાળીના તહેવારમાં ફટાકડાના સ્ટોલ માટે 125 જેટલી અરજી આવી હતી. જે પૈકી 112 સ્ટોલ ધારકોને ફાયર બ્રિગેડ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. આ વર્ષે અત્યાર સુધીમાં 60 જેટલી અરજી આવી છે જેને મંજૂરી આપવા માટે ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરે જણાવ્યું હતું.

તેઓએ ઉમેર્યું હતું કે, આવતા સપ્તાહે અરજીનું પ્રમાણ વધે તેવી સંભાવના જણાય રહી છે. જો ફાયર બ્રિગેડની મંજૂરી વિના ફટાકડાના સ્ટોલ ખડકી દેવામાં આવશે તો તે બંધ પણ કરાવાશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.