પાંચ કેસ દફતરે કરાયા, 3 કેસ પેન્ડીંગ
રાજકોટ જિલ્લામાં લેંડ ગ્રેબિંગની 10 કેસમાં બે કેસમાં પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવશે. રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને જિલ્લા લેન્ડ ગ્રેબિન્ગ કમિટીની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં રજૂ કરાયેલા 10 કેસો પૈકી 2(બે) કેસમાં સંબંધિતો સામે એફ.આઈ.આર. દાખલ કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગુજરાત લેન્ડ ગ્રેબીન્ગ એક્ટ-2020 અન્વયે રજૂ થયેલ અરજીઓ બાબતે નિર્ણય લેવા માટે આજે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી આ બેઠકમાં તપાસનીશ અધિકારીઓએ તપાસ કરીને અહેવાલ રજૂ કર્યો હતો. જે મુજબ સમિતિ સમક્ષ રજૂ કરાયેલા કુલ 10 કેસો પૈકી 5(પાંચ) કેસો દફતરે કરવામાં આવ્યા હતા. તથા 3 કેસો પેન્ડિંગ રાખવામાં આવ્યા હતા.
આ બેઠકમા પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવ, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, નિવાસી અધિક કલેકટર એસ. જે. ખાચર, તથા અન્ય સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.