- રાજકોટ-મેયર ઈલેવન-રાજકોટ કમિશ્નર ઈલેવન બંને ટીમોને કવાર્ટર ફાઈનલમાં જીત મળી
-
રાજકોટ મેયર ઈલેવનનો 114 રને ભવ્ય વિજય: પુષ્કર પટેલની તુફાની સદી
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ચાલુ વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. કુલ 8 મ્યુનિસિપલ કોર્પોરેશન કે, જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, જૂનાગઢ, ગાંધીનગર, જામનગરની મેયર તથા કમિશનરની ટીમો ભાગ લેશે. કુલ 16 જેટલી ટીમો વચ્ચે 7-7 એમ કુલ 14 મેચો રમશે. 27મી જાન્યુઆરીએ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમના કેપ્ટન તરીકે ખોખરા વોર્ડના કોર્પોરેટર કમલેશ પટેલ છે. પૂર્વ મેયર કિરીટ પરમાર સહિતના 18 કોર્પોરેટરો આ ટીમોમાં ભાગ લેશે.
અમદાવાદ ખાતે મેયર્સ કપ રમાઈ રહ્યો છે ત્યારે ગઈકાલે રાજકોટ મેયર્સ ઇલેવને ભાવનગર ઇલેવન ને 114 રને મહાત આપી ટુર્નામેન્ટમાં વિજય પ્રારંભ કરાવ્યો હતો. રાજકોટ મેયર્સ ની ટીમે 20 ઓવરના અંતે 246 રન બનાવી ત્રણ વિકેટ ગુમાવી હતી જેમાં પુષ્કર પટેલે 55 બોલમાં 109 રનની મહત્વપૂર્ણ ગેમ રમી હતી જેમાં આઠ ચોગા અને એક છગાનો સમાવેશ થયો છે તો બીજી તરફ મકબુલ દાવડા પણ 44 બોલમાં 72 રનની રમી હતી જ્યારે પરેશ પીપળીયાએ 17 બોલમાં 25 રન ફટકાર્યા હતા અને ટીમને 246 રનના લક્ષ્યાંક સુધી પહોંચાડી હતી. ભાવનગર તરફથી જયદીપસિંહ ગોહિલ , પંકજસિંહ ગોહિલ અને ગોપાલ મકવાણા એ એક એક વિકેટ ઝડપી હતી.
247 રનના લક્ષ્યાંક નો પીછો કરવા ઉતરેલી ભાવનગરની ટીમ પાંચ વિકેટ ગુમાવી 20 ઓવરના અંતે 132 રન નોંધાવ્યા હતા. જેમાં જયદીપસિંહ ગોહિલે 63 બોલમાં 87 રન તો પંકજસિંહ ગોહિલે 29 બોલમાં 19 રન નું યોગદાન આપ્યું હતું જ્યારે બાહુભાઈ મેરે 13 બોલમાં પાંચ રનનું યોગદાન આપ્યું હતું. રાજકોટ મેયર્સ તરફથી એસ ભાઈ પીપળીયાએ સર્વાધિક 4 વિકેટ ઝડપી હતી તો તેની સાથે દિલીપભાઈ પટેલે પણ એક વિકેટ લઈ રાજકોટની ટીમને વિજય અપાવવામાં સિંહ ફાળો આપ્યો હતો. પરંતુ ભાવનગરની ટીમ વિજય હાસલ કરવામાં નિષ્ફળ નીવડી હતી.
રાજકોટ-મેયર ઈલેવન-રાજકોટ કમિશ્નર ઈલેવન બંને ટીમોને કવાર્ટર ફાઈનલમાં જીત મળી
ભાવનગર મેયર ઈલેવન તથા રાજકોટ મેયર ઈલેવન વચ્ચે પ્રથમ મેચ સરદાર પટેલ સ્ટેડીયમ ક્રિકેટ ગ્રાઉન્ડ, નવરંગપુરા ખાતે તા.28/01/2024, રવિવારના રોજ સાંજે 5:00 કલાકે યોજાયેલ, જેમાં પુષ્કરભાઈ પટેલ 109 રન સાથે મેન ઓફ ધ મેચ ઘોષિત થયેલ, મકબુલભાઈ દાઉદાણી દ્વારા 72 રન કરવામાં આવેલ અને પરેશભાઈ આર. પીપળીયાએ 4 વિકેટ ઝડપેલ. રાજકોટ મેયર ઈલેવન ટીમ દ્વારા 20 ઓવરમાં 246 રનનો લક્ષ્યાંક રાખવામાં આવેલ અને ભાવનગર મેયર ઈલેવન સામે 115 રનથી ભવ્ય જીત હાંસલ કરી સેમીફાઈનલમાં પ્રવેશ મેળવેલ છે. મેયર ઈલેવન ટીમ રાજકોટ તથા ટીમ અમદાવાદ વચ્ચે સેમી ફાઈનલ મેચ સરદાર પટેલ સ્ટેડીયમ ક્રિકેટ ગ્રાઉન્ડ, નવરંગપુરા ખાતે તા.30/01/2024 સાંજે 07:00 કલાકે રમાશે.