શહેરમાં કથળેલી કાયદો અને વયવસ્થી ગુન્હેગારોનો ગ્રાફ શેરબજારના સેન્સેકસની જેમ સળસળાટ ઉંચે જઇ રહ્યો છે. જેમાં મારામારી, બળાત્કાર ચોરી જેવી ઘટનાઓ રોજ બરોજ ઘટનાઓ બની રહી છે અને શહેરી જનો અશાંતિનો અનુભવ કરી રહ્યા છે. પોલીસને દારૂ-જુગાર અને મલાઇ વાળા કેસની કામગીરી કરી માત્ર સંતોષ માની રહ્યા છે.શહેરના વાવડી વિસ્તારના બિનખેતી પ્લોટના કબ્જા મામલે થયેલી અરજીમાં સમાધાન બાદ પટેલ કારખાનેદાર પિતા-પુત્રની કારને આનંદ બંગલા પાસે નામચીન કુકી ભરવાડ અને તેના ભાઇ તેમજ અજાણ્યા શખ્સોએ આંતરી માર માર્યોની ઘટના પોલીસ ચોપડે નોંધાયા બાદ માલળિયાનગર પોલીસ મથકના સ્ટાફ વોન્ટેડ કુકી ભરવાડ 150 ફુટ રીંગ રોડ નજીક ખોડીયાર પરા વિસ્તારમાં આવેલી ચામુંડા હોટલ ખાતે સ્ટાફે દોડી જઇ કુકી ભરવાડને ઝડપી લેતા તેના સાગ્રીત દ્વારા પોલીસના કબ્જામાંથી છોડવવા સોડા બોટલોના ઘા કરી પોલીસ ઉપર હુમલો કરી છોડાવ્યો હતો. પરંતુ પોલીસે નાશી જાય તે પૂર્ણ કુકી ભરવાડને ઝડપી લીધો હતો. જયારે પી.એસ.આઇ. ઝાલા સહિત ચાર પોલીસ કર્મચારી ઘાયલ થતા સારવાર અને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
પંચાયતનગર ચોકમાં આવેલા પદ્મનાથ ટાવરમાં રહેતા સમીર વલ્લભભાઇ અઘેરા અને તેના પિતા વલ્લભભાઇ અઘેરા કાર લઇને આનંદ બંગલા ચોકમાં જઇ રહ્યા હતા. ત્યારે રિક્ષામાં આવેલા રાજુ ઉર્ફે કુકી છેલા શિયાળીયા તેનો ભાઇ કાળુ અને બે અજાણ્યા શખ્સોએ કાર આંતરી પાઇપ અને ધોકાથી માર માર્યાની માલવીયાનગરમાં ફરિયાદ નોંધાઇ છે.
સમીરભાઇ અઘેરાનો વાવડી સર્વે નંબર 41-1ની જમીન પર રાજુ શિયાળીયા અને તેના ભાઇ કાળુએ દબાણ કર્યુ હોવાથી તેના વિરૂધ્ધ તાલુકા પોલીસમાં અરજી કરતા સમીરભાઇ અઘેરા સાથે સમાધાન કર્યા બાદ ફરી હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. માલવીયાનગર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એ.જે.કાનગડ સહિતના સ્ટાફે ચારેય શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.
પટેલ કારખાનેદાર પિતા-પુત્ર પર હુમલામાં સંડોવાયેલા કુકી ઉર્ફે રાજુ છેલા શિયાળીયા નામનો શખ્સ 150 ફુટ રીંગ રોડ નજીક ખોડીયાર પરા વિસ્તારમાં આવેલી ચામુંડા હોટલ હોવાની માલવિયાનગર પોલીસ મથકના પી.એસ.આઇ. વી.કે. ઝાલા સહિતના સ્ટાફને મળેલી માહિતીના આધારે સ્ટાફ દોડી ગયો હતા.
પોલીસ સ્ટાફે કુકી ઉર્ફે રાજુ શિયાળીયા નામના શખ્સને રંગે હાથે 15 જેટલા સાગ્રીત દ્વારા કુકીને છોડાવવા પોલીસ ઉપર સોડા બોટલોના ઘા કરી કુકીને છોડાવ્યો હતો.
પરંતુ પી.એસ.આઇ. વી.કે. ઝાલાએ કુકી ભરવાડ નાશી છૂટે તે પૂર્વ પકડી લીધો હતો. અને કુકી ભરવાડના સાગ્રીતો દ્વારા કરાયેલા હુમલામાં ધવાયેલા પી.એસ.આઇ વી.કે. ઝાલા, કોન્સ્ટેબલ મશહીભાઇ ભેટારીયા અને રોહીતભાઇ સહિત ચાર પોલીસ કર્મચારી ઘવાતા લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવની જાણ માલવિયા નગર પોલીસ મથકના પી.આઇ. ક્રાઇમ બ્રાંચ, એસ.ઓ.જી. અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.
પોલીસે સીસીટીવી ફુટેજના આધારે 15થી વધુ હુમલાખોરોની ઓળખ મેળવી સાતથી આઠ શખ્સોની અટકાયત કરી રાઉન્ડ પર લીધા છે. જયારે નાશતા ફરતા શખ્સોને ઝડપી લેવા કોઝનીંગ હાથ ધર્યુ છે.
માલવીયા નગર પોલીસ મથકના સ્ટાફ કુકી ભરવાડ સામે મારામારી સહિતના ગુંના નોંધાયા છે. તેમજ કુકી ભરવાડ અમે તેના સાગ્રીત વિરૂદ્ધ ગુંનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.
જીવના જોખમે ગુન્હેગારોને પકડનાર પી.એસ.આઇ સહિતને રોકડ ઇનામ: મનોજ અગ્રવાલ
કુખ્યાત કુકી ભરવાડની ધરપકડ કરવા જતાં માલવીયા નગર પોલીસ મથકના ઙજઈં વી.કે.ઝાલા , મશરીભાઈ સાહિતની ટીમ પર 15 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો.સમગ્ર ઘટનામાં 3 જેટલા પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત થયા હોવા છતાં કુકી ભરવાડ સહિત 6 જેટલા આરોપીઓને પકડી રાખ્યા હતા.પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કુકી સહિતના તમામ આરોપીઓને સખ્ત સજા કરાવવા માટે તમામ કાર્યવાહી કડક હાથે કરવામાં આવશે.સાથેજ હિંમતભેર કાર્યવાહી કરનાર ઝાલા સહિતના કર્મીઓને રૂપિયા ત્રણ ત્રણ હજાર રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે.ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિની પોલીસ પર હુમલો કરવાની હિંમત ન થાય તેવા પગલાં ભરવામાં આવશે.