પૈસાની ઉઘરાણી મામલે રાજકોટ નવી ઓફિસના ઉદ્દઘાટનમાં આવેલા આધેડને માર માર્યો
રાજકોટમાં બસ પોર્ટ ખાતે ગઈકાલે સાંજે જેતપુરના જમીન મકાનના ધંધાર્થી પર રાજકોટના પિતા પુત્રોએ હુમલો કરતા તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પૈસાની ઉઘરાણી મામલે રાજકોટમાં નવી ઓફિસનું ઉદ્ઘાટન કરવા આવેલા આધેડને માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગેની પોલીસ માંથી પ્રાપ્ત મુજબ જેતપુરમાં રહેતા અને વિશાલ જમીન મકાન નામે ઓફિસ ધરાવતા મેહુલભાઈ રસિકભાઈ ધામી નામના 41 વર્ષીય આધેડ પર રાજકોટના દલસુખ વેકરીયા અને તેના પુત્ર કાર્તિક વેકરીયા અને હિરેન વેકરીયાએ હુમલો કરતા આધેડને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે સિવિલ પોલીસ ચોકીના સ્ટાફે એ ડિવિઝન પોલીસને જાણ કરતા હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી એ મુજબ ફરિયાદી મેહુલભાઈ ધામીએ દોઢેક વર્ષ પહેલાં કાર્તિક અને હિરેનના જેતપુર સ્થિત મકાન વેચાવ્યા હતા. જેમાં બીજાના કમિશનના રૂ.82,000 નીકળતા હતા. તો બીજી તરફ તેમને રૂ.1.30 લાખ ચૂકવવાના હતા. જેથી પિતા પુત્રો એમ ત્રણેયે પૈસાની ઉઘરાણી કરી મેહુલભાઈ ધામી પર બોથડ પદાર્થ વડે હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.