Rajkot:દેશભરમાં છેલ્લા 10 દિવસથી ભક્તો ગણેશ ચતુર્થીના ભાગરૂપે ગણપતિજીની પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી રહ્યા હતા. ત્યારે 10 દિવસ પૂરા થતાં ભક્તો ગણપતિનું વાજતે ગાજતે વિસર્જન કરી રહ્યા છે. તેમજ બહોળી સંખ્યામાં ભક્તો ગણપતિના વિસર્જન માટે વાજતે-ગાજતે નીકળી રહ્યા છે.
રાજકોટમાં ગણેશ વિસર્જનને લઈ કેવી વ્યવસ્થા કરવામાં આવી છે
રાજકોટ સહિત દેશભરમાં લોકો ગણપતિ દાદાને વિદાય આપી રહ્યા છે. તેમજ જેટલા ભાવ સાથે ગણેશ દાદાનું વેલકમ કરવામાં આવ્યું હતું તેનાથી પણ વધારે દુ:ખ સાથે ભક્તો દ્વારા ગણપતિ દાદાની વિદાય કરી રહ્યા છે.
ભક્તો વિસર્જનના સમયે ‘‘અગલે બરસ તુ જલ્દી આના’’ ગીત વગાડી વિદાય આપી રહ્યા છે.
ગણેશ વિસર્જન માટે રાજકોટ તંત્ર દ્વારા પહેલાથી જ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ભક્તોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ફાયરની ટીમ તૈનાત કરવામાં આવી છે. ફાયર બ્રિગેડના 200 જવાનો બૌષા, કેન, લાઈક જેકેટ, એમ્બ્યુલન્સ સહિતના સાધનો સાથે તૈનાત રહેશે. તેમજ ભાવિકોએ તેમને મૂર્તિ સોંપી દેવાની રહેશે અને ફાયર સ્ટાફ પાણીમાં દેવની મૂર્તિ પધરાવી આસ્થા પૂર્વક વિદાય આપે છે. ગત સાલ 12000થી વધુ મૂર્તિઓ પધરાવવામાં આવી હતી. ત્યારે આ વખતે પણ બહોળી સંખ્યામાં ગણેશોત્સવ શહેરમાં યોજાયા હતા અને 10 હજારથી વધુ નાની મોટી મૂર્તિઓનું વિસર્જન 8 જગ્યાઓ ઉપર કરવામાં આવે તેવી શકયતા છે.