ગરબા કિંગ રાહુલ મહેતા, સાજીદ ખ્યાર સાગરદાન ગઢવી, ઉર્વી પુરોહિત, તેજસ શિસાંગીયા જેવા શ્રેષ્ઠ કલાકારો ગરબાની રમઝટ બોલાવશે

છેલ્લા 21 વર્ષથી અનેરૂં અર્વાચીન ડાંડીયા રાસનું આયોજન કરતા સહિયર ક્લબ દ્વારા રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે શ્રેષ્ઠના શિખર સુધી પહોચવા માટે તથા આ સ્થાન જાળવવા માટે સહિયર ક્લબના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા આ વર્ષે પણ કોઈ કસર છોડવા માંગતા નથી ખેલૈયા અને પ્રેક્ષકોની સુવિધાસભર મોજ માટે રળિયામણા ગ્રાઉન્ડનો મેપ તૈયાર કરાયો છે. જેમાં ખેલૈયા માટે વિશાળ પ્લેએરિયા, હેલ્ધી ફૂડઝોન, સીસીટીવી મોનીટર, પ્રેક્ષકો માટે સ્ટેડીયમ, વિશાળ સ્ટેજ, સહપરિવાર સાથે રાસ-ગરબામાં આનંદ માણી શકાય.

તેવી ખાસ બેઠક વ્યવસ્થા રાખવામાં આવે છે. સમગ્ર ગ્રાઉન્ડમાં 2 લાખ વોટની સાઉન્ડ સિસ્ટમ સાથે ખૈલેયાઓ મન મૂકીને રાસ-ગરબાની રમઝટ બોલાવશે. સરાઉઝિંગ લાઇનએર ઇફેક્ટ દ્વારા સમગ્ર ગ્રાઉન્ડમાં ખૈલેયાઓ રાસ-ગરબાની મજા માણી શકશે. એલઇડી લાઇટીંગ વ્યવસ્થા દ્વારા સમગ્ર ગ્રાઉન્ડ ઝળહળી ઉઠશે. સહિયર ક્લબમાં અર્વાચીન ડાંડીયા રાસમાં દર વર્ષે સિક્યોરિટી લાજવાબ હોય છે. બાઉન્સરો દ્વારા સિક્યોરિટીની ચુસ્ત વ્યવસ્થા જાળવવામાં આવશે. બાઉન્સરો દ્વારા મેટલ ડીટેક્ટરથી ખૈલેયાઓને અને પ્રેક્ષકોને ચેક કર્યા બાદ જ ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવશે. સમગ્ર ગ્રાઉન્ડમાં ડિજિટલ કેમેરા દ્વારા લોકો પર બાજ નજર રાખવામાં આવશે. સહિયર ક્લબ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ગ્રાઉન્ડમાં અંદાજે 7 હજાર જેટલા લોકો મોકળાશથી રાસ-ગરબાની રમઝટ માણી શકશે.

સૌરાષ્ટ્રમાં ગરબા ક્ષેત્રે ખેલૈયાઓનો પ્રિય કિંગ ગાયક રાહુલ મહેતા, સુફી અને ગરબાની રમઝટ એટલે કે સાજીદ ખ્યાર- સુરીલી ગાયિકા ઉર્વી પુરોહિતની સાથે લોકગાયક સાગરદાન ગઢવીને સહિયરમાં આ વર્ષે બુક કરવામાં આવ્યા છે. મંચ સંચાલની મજબુત ડોર તેજસ શિશાંગીયા, અને તેમના સંગીત ગ્રુપ જીલ એન્ટરટેનમેન્ટ સંભાળશે.

સહિયરમાં પ્રથમવાર રીધમ સેક્શનની જવાબદારી હિતેશ ધાકેસા સંભાળશે મેલોડી સેક્શન રવિ ઢાકેસા, સાગર, રવિ ભટ્ટને સોપાઈ છે. સાઉન્ડ સિસ્ટમ ગરબાનું હાર્ટ હોઈ છે. ત્યારે પેરેમાઉન્ટ સાઉન્ડ સુનીલ પટેલ સફળતા પૂવર્ક સહિયરમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ મોજ કરાવશે.

સહિયર ક્લબના પાસ બુકીંગ માટે સિલ્વર ચેમ્બર, અતુલ મોટર્સ સામે, ટાગોર રોડ, ત્રીજો માળ-312, રાજકોટ- મો.89800 21321 પર સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.