રાજકોટમાંથી નકલી પોલીસ બની લોકોને ખંખેરતા બે શખ્સોને યુર્નિવર્સિટી પોલીસે ઝડપી પાડ્યા છે. ફોજદાર અને કોન્સ્ટેબલ બની લોકો સાથે છેતપિંડી કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે. શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા જયેશ શ્રીવાસ્તવ પીએસઆઇ કમિશનર ઓફ કચ્છ અને સુનિલ સાવસેટા નામનો શખ્સ કોન્સ્ટેબલ હોવાનો રોફ જમાવતા હતા. બન્ને પાસેથી ડુપ્લીકેટ આઇકાર્ડ મળી આવ્યા હતા અને બન્ને પાસેથી ખાખી વરદી પણ મળી આવી હતી.
નકલી પોલીસ બની લોકો સામે રોફ જમાવતા બે શખ્સોની પૂછપરછ પોલીસે શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ સુનિલ અગાવ ગ્રામરક્ષક દળનો જવાન હોવાનું સામે આવ્યું છે. એ સિવાય અગાઉ ટ્રાફિક વોર્ડનની નોકરી કરી ચૂક્યો હતો. અગાઉ આરોપી વાહન ચોરીના ગુનામાં પકડાઇ ચૂક્યા છે.
આ શખ્સોએ ક્યારથી નકલી પોલીસ બની ફરી રહ્યાં છે અને કેટલા લોકોને ક્યાં શહેરમાં કોને કોને ખંખેર્યા છે તેની વિગતો પોલીસ મેળવી રહી છે. હાલ તો નકલી પોલીસ ડ્રેસ અને આઇકાર્ડ કબ્જે કરી છેતરપિંડીનો ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.