- એડવાન્સ પેમેન્ટ મેળવી માલ નહિ મોકલનાર સાવન એન્ટરપ્રાઇઝ પેઢીનું સરનામું પણ ખોટું નીકળ્યું : શાપર પોલીસમાં નોંધાતો ગુનો
- રાજકોટ શહેરના કારખાનેદાર સાથે છેતરપિંડીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનમાં વાયર બનાવવાનું કારખાનું ધરાવતા કારખાનેદારને સસ્તા ભાવે એમ એસ વાયર રોડ આપવાની લાલચ આપી રૂ. 18 લાખની છેતરપિંડી આચરી લીધાનું સામે આવ્યું છે.
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા ડેકોરા વેસ્ટ હિલમાં રહેતા અને શાપર ખાતે અંકુર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જયદીપ ટ્રેડર્સ જામે વાયરનું કારખાનું ધરાવતા જયદીપભાઇ સુરેન્દ્રભાઈ ગઢીયા (ઉ.વ.38)એ શાપર વેરાવળ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સાવન એન્ટરપ્રાઇઝના વિપુલભાઈ પટેલનું નામ આપતાં જણાવ્યું હતું કે, વાયર બનાવવા માટે લોખંડનો વાયર રોડ (એમ.એસ. વાયર રોડ) ની જરુરીયાત રહેતી હોય જેથી હું અલગ અલગ કારખાનામાથી લોખંડનો વાયર ખરીદ કરું છુ. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, ગઇ તા.26/10/2024 ના રોજ મને ફોન આવ્યો હતો કે, હું સાવન એન્ટરપ્રાઈઝ રાજકોટથી વિપુલભાઈ પટેલ બોલું છું, અમે લોખંડના એમ.એસ.વાયરનો વ્યવસાય કરીએ છીએ અને તમારે કારખાનામા એમ.એસ.વાયરની જરૂરીયાત હોય તો કહેજો, તેણે વાયરનો જેથી એક કીલોના રૂ.57 ભાવ કહેલ હતો. એમ.એસ. વાયરની બજાર કીમત એક કીલોના 60 રૂપીયાની આજુબાજુ હોય અને સાવન એન્ટરપ્રાઈજવાળા વીપુલભાઈ પટેલ એક કીલોના રૂ.57 લેખે લોખંડનો વાયર આપતા હોય જેથી મેં તા. 28/10/2024 ના રોજ વીપુલભાઈ પટેલને 28150.500 કીલો ગ્રામ લોખંડ વાયર એક કીલોનો ભાવ રૂ. 53 લેખે ઓર્ડર આપેલ હતો.
આ ઓડર્ર પેટે વિપુલભાઈ પટેલે રૂ. 18,93,403નું બીલ વોટસએપ મારફત મોકલાવેલ હતું. બિલમાં એડવાન્સ પેમેન્ટ કરવાનું જણાવ્યું હતું. જેથી મે તેઓને કહેલ કે માલ આવશે એટલે પેમેન્ટ આપી દઈશ પણ થોડા દિવસો સુધી માલ નહિ આવતા મેં તા. 26/11/2024 ના રોજ મારા બેંક એકાઉન્ટ નંબરમાંથી સાવન એન્ટરપ્રાઈઝના એકાઉન્ટ નંબર પર રૂ. 18 લાખનું પેમેન્ટ કરી દીધેલ હતુ. બાદમાં મેં વીપુલભાઇ પટેલને પેમેન્ટ અંગે જાણ કરતા તેમણે આવતીકાલે માલ મળી જશે તેવું જણાવ્યું હતું.
વિપુલભાઈએ બીજા દિવસે માલ નહિ મોકલતા મેં તેમનો સંપર્ક કરતા મોબાઈલ નંબર સ્વીચ ઓફ આવતો હતો. જેથી મેં બિલમાં જણાવેલ સાવન એન્ટરપ્રાઇઝના રાજકોટના અંબીકા ટાઉનશીપ, ચોકલેટ રેસીડન્સી ફ્લેટ નંબર 201 ખાતે તપાસ કરતા ત્યા કોઇ સાવન એન્ટરપ્રાઇઝની ઓફીસ નહી હોવાનુ જાણવા મળેલ હતું. બાદમાં વિપુલભાઈ પટેલને માલ અથવા તો નાણાં પરત આપવા અનેકવાર સંપર્ક કર્યા બાદ પણ આજદિન સુધી માલ અથવા નાણાં નહિ મળતા અંતે કારખાનેદારે શાપર વેરાવળ પોલીસમાં સાવન એન્ટરપ્રાઇઝના વિપુલ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
- કારખાનેદારનિ ફરિયાદ પરથી શાપર પોલીસે વિપુલ પટેલ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
- આજે ઓખા-ભાવનગર એક્સપ્રેસ ઓખાથી 1 કલાક 50 મિનિટ મોડી ઉપડશે
રાજકોટ ડિવિઝનમાં લાખાબાવળ-પીપળી સેક્શનમાં આવેલા લેવલ ક્રોસિંગ ગેટ નંબર 214ની જગ્યાએ રોડ અંડર બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ અંતર્ગત ગર્ડર ડિ-લોન્ચ કરવા માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે 4 જાન્યુઆરી, 2025 ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ને રીશેડ્યુલ કરવામાં આવી છે. આ ટ્રેન ઓખાથી 4.1.2025ના રોજ તેના નિર્ધારિત 15.15 કલાકના ને બદલે 1 કલાક અને 50 મિનિટ મોડી એટલે કે 17.05 કલાકે ઉપડશે. અપડેટ્સ માટે WWW. Enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા જણાવાયું છે.