કારખાના પર લીધેલી ત્રણ કરોડની લોન ન ચુકવતા બેંકે મિલકતની હરાજી કરી હતી પરંતુ તે મિલકત પરત લેવા ખરીદનાર સાથે સોદો કર્યો
રાજકોટમાં નાના મોવા રોડ પર પ્રલય પાર્કમાં રહેતા કારખાનેદાર દંપતીએ ગઈકાલ રાત્રીના સમયે રેસકોર્સમાં આવેલા લવ ગાર્ડન માં ઝેરી દવા ગટગટાવી બંનેએ સજોડે આપઘાત નો પ્રયાસ કરતા તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આના પરથી લીધેલી 3 કરોડની લોન ચૂકવી ન શકતા બેંકે મિલકત જપ્ત કરી હરાજી કર્યા બાદ ખરીદનાર સાથે મિલકત પરત લેવા સોદો કરી ખરીદનારે મિલકતના આપતા અંતે કંટાળી દંપતીએ આ પગલું ભર્યું હતું.
ખરીદનારે 64 લાખ લઈ મિલકત પરત ન આપતા દંપતીએ ભર્યું પગલું
બનાવ અંગેની મળતી માહિતી મુજબ પડધરી તાલુકાના પીઠડ ગામે કારખાનું ચલાવતા વલ્લભભાઈ બેચરભાઈ પાનસુરીયા(ઉ.વ.62) એ તેના કારખાના ઉપર 2016માં રૂપિયા ત્રણ કરોડની બેંકમાંથી લોન લીધી હતી જેના તેઓ હપ્તા ભરતા હતા પરંતુ સમયથી તેમની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે હપતા ભરી શકતા ન હોવાથી બેંક દ્વારા તેની મિલકત જપ્ત કરવામાં આવી હતી અને હરાજીમાં મૂકવામાં આવી હતી જે હરાજીમાં ફ્લેવર નમકીન ધરાવતા શૈલેષભાઈ ફળદુએ એ મિલકત ખરીદી લીધી હતી પરંતુ ત્યારબાદ વલ્લભભાઈનો શૈલેષભાઈ સંપર્ક કર્યો હતો અને બંને વચ્ચે 1.40 કરોડ માં મિલકત પરત આપી દેવાનું લખાણ કર્યો હતો જે મુજબ વલ્લભભાઈ કટકે-કટકે તેને રૂપિયા 66 લાખ ચૂકવ્યા હતા બાદમાં તે લાંબા સમય સુધી રકમ ચૂકવી શક્યા ન હતા.
પરંતુ લાંબા સમય બાદ વલ્લભભાઈ સોદા મુજબની બાકીની રકમ 74 લાખ સગવડતા શૈલેષભાઇ ને સંપર્ક કરી તેને મિલકત પરત આપવાનું કહી બાકીની રકમ ચૂકવવાનો કહ્યું હતું પરંતુ શૈલેષભાઈ મિલકત પરત આપવાની ના પાડતાં તેને તે વાતનું લાગી આવતા દંપતીએ રેસકોર્સના લવ ગાર્ડન માં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા દંપતી પાસે એક ચિઠ્ઠી મળી આવી હતી જેમાં તેને કારખાના ના સોદા અંગેનો ઉલ્લેખ કર્યો હતો. બનાવ અંગે નગરના દેસાઈ સુરેશ રાણા સહિતના સ્ટાફે એ જરૂરી કાગળો કરી આગળની તપાસ માટે પડધરી પોલીસ સ્ટેશનને જાણ કરી છે.