ખોડીયારનગરમાંથી મળી આવેલા ટાઇમ બોમ્બ સાથે સંડોવાયેલા છે કે કેમ એટીએસ દ્વારા પૂછપરછ

શહેરના નહે‚નગર વિસ્તારના વસીમ અને નઇમ રામોડીયા નામના શખ્સો બોમ્બ બ્લાસ્ટ કરવાનો પ્લાન બનાવ્યાની એટીએસને જાણ થતાં બંનેને ઝડપી લીધા બાદ બંનેના મોબાઇલ અને લેપટોપની એફએસએલની મદદથી કરાયેલી તપાસમાં બિહારના કેટલાક જેહાદીઓ સાથે સંપર્ક હોવાનો પર્દાફાસ થયો છે. આ ઉપરાંત ખોડીયારનગરમાંથી મળી આવેલા ટાઇમ બોમ્બની ઘટના સાથે સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ એટીએસની ટીમે પૂછપરછ હાથધરી છે.

વસીમ અને નઇમ રામોડીયાને એટીએસની ટીમે રિમાન્ડ પર લઇ કરેલી પૂછપરછમાં ચોટીલા ઉપરાંત બંને ભાઈઓએ ભાવનગરમાં કારમાં બોમ્બ મુકવાનો પ્લાન બનાવ્યાની આપેલી કબૂલાતના પગલે બંનેને આંતકીઓ ભાવનગરમાં કયાં સ્થળે કારમાં બોમ્બ મુકવાના હતા તે અંગે સ્થળ તપાસ કરી હતી.

વસીમ અને નઇમ રામોડીયાએ ભાવનગરમાં પાર્ક કરેલા વાહનમાં પેટ્રોલ છાંટી દિવાસળી ચાપી ભય ફેલાવી આઇએસની વધુ નજીક જવાનો પ્લાન બનાવ્યો હોવાનું એટીએસના ધ્યાને આવ્યું છે. બંને ભાઇઓએ ભાવનગરમાં કારમાં પેટ્રોલ છાટયુ હતુ પણ દિવાસળી ચાપવાની હિમ્મત કરી ન હતી. બંને શખ્સોએ પેટ્રોલ કયાંથી ખરીદ કર્યુ હતુ તે અંગે પણ બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ખોડીયારનગરમાંથી થોડા દિવસો પહેલાં ટાઇમ બોમ્બ મળી આવ્યો હતો તે પોલીસે નકામો કર્યો હતો પણ હજી સુધી બોમ્બ કોણે બનાવ્યો અને શા માટે મુકયો તે અંગે તપાસમાં કંઇ મહત્વની કડી મળી ન હોવાથી ટાઇમ બોમ્બ વસીમ અને નઇમ રામોડીયાએ બનાવ્યો હોવાની શંકા સાથે પોલીસે પૂછપરછ હાથધરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.