રાજકોટની જાણીતી સેવાભાવી સંસ્થા રોટરી કલબ રાજકોટ મીડટાઉન દ્વારા વર્ષોથી સંચાલીત ડાયાબીટીસ નિદાન અને સારવાર કેન્દ્ર ફરી એક વાર, એક ટુંકા અંતરિયાળ પછી રાજકોટની પ્રજા સમક્ષ હાજર છે. પરમકૃપાળુ ઇશ્ર્વરની મહેર, રાજકોટ મહાનગરપાલિકાના અવિરત સાથે સહકાર દાતાઓની કૃપાદ્રષ્ટિ, વડીલો અને શુભેચ્છકોના આશીર્વાદ તેમ જ સામાન્ય જનતાના પ્રેમ લાગણી ના સુભગ સમનવ્યથી અમો આ કેન્દ્ર જાહેર જનતાના લાભાર્થે સહર્ષ રજુ કરીએ છીએ. ઉલ્લેખનીય છે કે આ ગુજરાતના એકસકલુઝિવ અદ્યતન ડાયાબીટીઝ સેન્ટરનું ઇ-લોકાર્પણ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે પ જુનના રોજ સવારે 11.45 થી 12.45 વાગ્યે કરવામાં આવશે.
પ્રોજેકટ ચેરમેન કલ્પરાજ મહેતા અને રોટરી રાજકોટ મીડ ટાઉનના મેમ્બર્સના માર્ગદર્શન હેઠળ શહેરની મઘ્યમાં ગીત ગુર્જરી સોસાયટીમાં 18000 સ્કેવેર ફીટમાંની વિશાળ જગ્યામાં તદ્દન નવા રુપરંગમાં આ કેન્દ્ર કાર્યરત છે. ચાર માળના અદ્યતન કેન્દ્રમાં ડાયાબીટીસના નિદાન અને સારવાર માટેની તમામ સેવા સુવિધા ઉપલબ્ધ છે. અહિં નિયમીત તપાસ માટે અનુભવી ડાયાબીટોલોજીસ્ટ અને એન્ડોક્રાયનેલોજીસ્ટ તેમજ પ્રખ્યાત ફીઝીશ્યનોની સેવા રોજ મળશે. ડાયાબીટીસમાં આંખ, દાંત, હ્રદય:, કીડની, પગ વગેરે મહત્વના અવયવોની સાર-સંભાળ, ચેક-અપ અને નિયમિત સારવાર માટે દરેક નિષ્ણાંત ડોકટરોની ટીમ હાજર છે. ડાયાબીટીઝ માટે ખોરાક અંગેની માહીતી અને જ્ઞાન ખુબ જરુરી છે, જેની માટે અહીં ડાયેટીશ્યનની સેવાનો લાભ પણ મળશે. મેડીકલ વિજ્ઞાનની ક્ષિતિજ સમા આધુનિક સાધનોથી સુસજજ લેબોરેટરીમાં લોહી-પેશાબના રીપોર્ટ, હ્રદય, કીડની, લીવર માટેના રીપોર્ટ તેમજ તદ્દન નવા એકસ-રે મશીન, સોનોગ્રાફી, ઇ.સી.એફ. ઇકોકાર્ડીયોગ્રામ અને અન્ય સ્પેશ્યલ સુવિધા આ કેન્દ્રમાં પ્રાપ્ત છે.
સૌથી મહત્વની બાબત એ છે કે અહીં આ બધી સગવડ સારવાર સામાન્ય વ્યકિતને પરવડે તેવા નજીવા દરેક ઉપલબ્ધ છે. અને તે પણ ગુણવતા સભર, ડાયાબીટીઝ કાયમી રોગ હોવાથી અમે બધા દર્દીઓ માટે સૌને પોસાય તેવા દરે વિવિધ સંયોજિત વાર્ષિક સભ્યપદ પેકેજ પણ આપીએ છીએ.
રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન ર6 વર્ષથી વિવિધ સેવા સમાજ કલ્યાણ ના કાર્યોમાં કાર્યરત છે. રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન સાથે મળીને એક અદ્યતન ડાયાબીટીસ સેન્ટર રાજકોટની જનતા માટે બનાવ્યું છે. આ સેન્ટરેનો ઉદેશ્ય એક જ છે. ડાયાબીટીસ ના દર્દીઓને ખુબ જ નજીવા ભાવથી એક જ જગ્યાએ બધા જ અંગો માટેની આધુનિક સારવાર મળી શકે.
આ સેન્ટરનું નામ લલિતાલય: રોટરી રાજકોટ મીડટાઉન ડાયાબીટીઝ પ્રિવેન્શન એનડ લાઇફ સ્ટાઇલ મેનેજમેન્ટ સેન્ટર છે જે શહેરના મઘ્યમાં એરપોર્ટ રોડ, પેટિઆ સુઇટસ પાસે બનાવ્યું છે. ચાર માળનું આ સેન્ટર, ડાયાબીટીસ રોગ સામે લડત આપવા સપૂર્ણ સજજ છે. સ્પેશ્યાલીસ્ટ ડોકટર્સ ની ટીમ, આધુનિક ઉપકરણો, હોસ્5િટલ પેશેંટ મેનેજમેન્ટ સોફટવેરથી ડાયાબીટીસની સંપૂર્ણ સારવાર શકય છે.
ડાયાબીટીઝ માટે જરુરી એવા દરેક વિભાગ ડાયાબીટઝના નિષ્ણાંત ડોકટરોની ટીમ જેમાં કાર્ડીઓલોજીસ્ટ, એપ્થેલ્મોલોજીસ્ટ, રેટિના સ્પેશ્યાલીસ્ટ, ડાયાબીટીસ ફુટ સ્પેશ્યલીસ્ટ, ડેન્ટલ સર્જન્સ, ડાયેટીશ્યન ઉપલબ્ધ છે. સાથે જ ટેકનોલોજીના ઉપકારણો જેવા કે ડાયાબીટીઝ રિસ્ક પ્રોફાઇલ મશીન બોડી, કોમ્પોઝિશન એનાલાઇઝર, ઇકો-કાર્ડીઓગ્રામ અને ડીજીટલ ઇસીજી-ટીએમટી આંખ માટે સ્લીમ લેમ્પ, ઇન્ડાયરેકટ ઓપથાલમોસ્કોપ, ઓટોરેફ, ટોનોમીટર, ડિજિટલ લેન્સોમીટર, ઓસીટી, ઇએમસી-એનસીવી, ર ફૂલી ઇકિવપડ ડેન્ટલ ચેર, ડિઝીટલ એકસ-રે, ઓટો કલેવ, આધુનિક ઉપકારણો ને સિસ્ટમથી સંચાલીત સઁપૂર્ણ સજજ પેથોલોજી લેબોરેટરી, મેડીકલ સ્ટોર વગેરેથી સઁપૂર્ણ સજજ છે. તદુપરાંત આ સેન્ટરમાં વિવિધ લાઇફસ્ટાલ મેનેજમેન્ટ સ્ટ્રેશ મેનેજમેન્ટ માટેના સેમીનારો, યોગા, મેડીટેશન, ઝુમ્બા ડાન્સ, એરોબિક વગેરે પ્રવૃતિઓ પણ કરવામાં આવશે.
લલિતાલય રોટરી મિટડાઉન ડાયાબીટીઝ પ્રિવેનશન એન્ડ લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ, સેંટર ગીત ગુર્જરી સોસાયટી 6 પેટ્રીયા સ્યુટ હોટલની સામેના રોડ પર એરપોર્ટ રોડ પાસે રાજકોટ ખાતે કાર્યરત છે વધુ માહીતી માટે મો. નં. 94093 30034 એન્ડ 5,લેન્ડલાઇન નં. 0281-2444025 પર સંપર્ક કરવો.