આજે રાજકોટ શહેરમાં કેટલાક સફાઈ કામદારો અને તેઓના લીડરો દ્વારા પાડવામાં આવેલી હડતાળ ની સફાઈ કામગીરી પર સંપૂર્ણ નહીવત અસર જોવા મળે છે. આ હડતાલ અનુસંધાને ગેરહાજર રહેલા સફાઈ કામદારો સામે આક્રમક પગલાં લેવાની મ્યુનિસિપલ કમિશનર  શ્રી બંછાનિધિ પાની દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

કમિશનરશ્રી એ  વધુમાં જણાવ્યું હતું કે આજે હડતાલના એલાન છતાં શહેરમાં સફાઈ કામગીરી વ્યવસ્થિત રીતે ચાલી રહી છે હડતાલની અસર સંપૂર્ણપણે નહિવત છે.. મહાનગરપાલિકા દ્વારા થયેલા આયોજન ના પરિણામે સફાઈકામગીરી વ્યવસ્થિત ચાલી રહી છે. મહાનગરપાલિકાના રેગ્યુલર સફાઈ કર્મચારીઓ ઉપરાંત કોન્ટ્રાક્ટના સફાઈ કર્મચારીઓ તેમજ મિત્ર મંડળના સફાઈ કર્મચારીઓ દ્વારા શહેરમાં સફાઈ કામગીરી કરવામાં આવી રહી છેScreenshot 2 8

કમિશનરશ્રીના જણાવ્યાનુસાર સફાઈ કામદાર સતત ત્રણ દિવસ ગેરહાજર રહેશે તેઓને નોકરી પરથી છુટા કરવામાં આવશે

હડતાલમાં જોડાયેલ અને સતત ગેરહાજર રહેનાર સફાઈ કામદારો તેઓના વારસદારોને નોકરી ન મળે તે રીતે બ્લેક લિસ્ટ કરવામાં આવશે

હડતાલ દરમિયાન ફરજ પર રહેલા સફાઈ કામદારો ની કામગીરીમાં જે કોઈ વ્યક્તિ દ્વારા અડચણ ઉભી કરવામાં આવશે તેઓની સામે મહાનગરપાલિકા દ્વારા એફ.આઇ.આર. દાખલ કરવામાં આવશે.

કમિશનરશ્રીએ વધુમાં કહ્યું હતું કે આજે હડતાલના એલાન વચ્ચે જે કોઈ સફાઈ કામદારો ફરજ પર હાજર છે અને નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવે છે તેઓને બિરદાવવામાં આવશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.