Rajkot :શહેરમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. ત્યારે તેમાં સામાન્ય બીમારીના 2342 કેસ નોંધાયા છે, શરદી ઉધરસના 1239 કેસ નોંધાયા છે, તાવના 739 કેસ નોંધાયા, ઝાડા ઉલ્ટીના 359 કેસ નોંધાયા, ડેન્ગ્યુના 29 કેસ નોંધાયા છે.
આ સાથે અચાનક ઉછાળોટાઈફોડના 5 કેસ નોંધાયા છે, કમળાના 2 કેસ નોંધાયા, મેલેરીયાના 2 કેસ નોંધાયા ,ચિકનગુનિયા 1 કેસ નોંધાયા છે. આ દરમિયાન મિશ્ર ઋતુની અસરમાં વાયરલ અને મચ્છરજન્ય બીમારીના કેસ અચાનક વધ્યા છે .
ઉકાળેલુ પાણી પીવુ જોઈએ
બીજી તરફ વાતાવરણને કારણે પણ વાઇરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ખતરો વધી જાય છે તેવામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે અને પાણીજન્ય રોગથી બચવા માટે ઓછામાં ઓછી 20 મિનિટ જેટલું પાણી ઉકાળીને ઠંડું પાડીને ગાળીને પીવું જોઈએ. શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે.