વર્કશોપમાંથી સ્પેરપાર્ટનું બોક્સ લઈ જતા હોવાના સીસીટીવી ફૂટેજથી ભેદ ઉકેલાયો

શહેરમાં ભક્તિનગર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ અતુલ મોટર્સના વર્કશોપમાંથી સ્વિફ્ટ ડિઝાયાર કારના કાચના બેરીંગ નગ.25 જેની કિંમત રૂ .90 હજારની ચોરી તેમાં જ કામ કરતા કર્મચારીએ કર્યા હોવાની ફરિયાદ તેના મેનેજરે એ – ડિવિઝન પોલીસમાં નોંધાવતા પોલીસે તે મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

વિગતો મુજબ અતુલ મોટર્સ ના સ્પેરપાર્ટ ડિપાર્ટમેન્ટના મેનેજર પ્રતિકભાઇ વરાજભાઈ દેરડીયાએ ત્યાંના જ કર્મચારી અસદ અલીબીન જફાઈ સામે નોકર ચોરીની ફરિયાદ એ- ડિવિઝન પોલીસમાં નોંધાવતા પોલીસે તેના સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. તેની ફરિયાદમાં તેમને જણાવ્યું હતું કે , 27/12/22 ના તેઓ નવાગામ ખાતે આવેલ અતુલ એન્ટરપ્રાઇઝમાં ગાડીનો પાસ લેવા માટે ગયા હતા તે દરમિયાન સાંજના પાંચેક વાગ્યા સ્પેરપાર્ટ વિભાગમાં ઇન્ચાર્જ મેનેજર તરીકે કામ કરતા આશીષભાઇ પંડયા નો તેના પર ફોન આવ્યો હતો જેમાં તેને કહ્યું હતું કે ગઇ તા.19 ના રોજ વર્કશોપના સ્પેરપાર્ટ વીભાગમાં એક ખાખી કલરનું પાર્સલ હતું જેમાં સ્વીફટ ડીઝાઇર કારના કલચ બે રીંગ નંગ-25 જેની કિ.રૂ.89,750ની હોય જે પાર્સલ આખા વિભાગમાં શોઘતા કયાંય મળતું નથી જેથી તેઓ નવાગામ ખાતેથી કંપનીની ગાડીમાં ટાગોર રોડ પર આવેલ અતુલ મોટર્સ પ્રા.લી વર્ક શોપ ખાતે ગયા અને સ્પેરપાર્ટ વિભાગમાં પાર્સલની તપાસ માટે કર્મચારીઓને પૂછ્યું હતું પરંતુ તો પણ પાર્સલ નો કોઈ પતો નહિ લાગતા તેને આ બાબતે સી.સી.ટી.વી ફુટેજ ચેક કર્યા હતા જેમાં સ્પેરપાર્ટ ડીપાર્ટમેન્ટમાં નોકરી કરતા અસદ અલીબીન જફાઇ તા.24/12 ના પાર્સલ લઈને જતો હોવાથી તેના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.