જયેશ ઉપાધ્યાય, પુજાબેન વધાસીયા, ડો.ભરત રામાણી અને પાયલ રાઠવા સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવશે
સ્વચ્છતા સર્વેક્ષણ-2023માં શહેરનું અગ્રીમ સ્થાન આવે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવી છે. જયેશ ઈન્દુકુમાર ઉપાધ્યાય ( ટ્રસ્ટી, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ ), પુજાબેન સુરેશભાઈ વધાસીયા (એડમિનિસ્ટ્રેટર, પ્રયાસ સ્પેશિયલ સ્કુલ), ડો. ભરત એમ. રામાણી (પ્રિન્સીપાલ, શ્રી લાભુભાઈ ત્રિવેદી એન્જી. કોલેજ )અને પાયલ રાઠવા (ટ્રાન્સજેન્ડર,એક્ટીવીસ્ટ)ની બ્રાન્ડ એમ્બેસેડર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ-2023 અંતર્ગત શહેરીજનોમાં સ્વચ્છતા પ્રત્યે જન-જાગૃતિ કેળવાય તે હેતુથી યોજવામાં આવતા વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી લોકોને સ્વચ્છતા કેળવવા માટે પ્રરિત કરવા અંગેની કામગીરી આગામી વર્ષ દરમ્યાન કરવામાં આવશે.