પ્રહલાદ પ્લોટ, મિલપરા, સોરઠીયાવાડી અને આજી-2માં હાથ ધરાયેલ ચેકિંગમાં 16.35 લાખની વીજચોરી પકડાઈ
અબતક, રાજકોટ : પીજીવીસીએલ દ્વારા આજે મવડી, મોટા મવા, વાવડી અને ખોખડદળમા દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. બીજી તરફ ગઈકાલે પ્રહલાદ પ્લોટ, મિલપરા, સોરઠીયાવાડી અને આજી-2માં હાથ ધરાયેલ ચેકિંગમાં 16.35 લાખની વીજચોરી પકડાઈ છે.
પીજીવીસીએનલની 47 ટીમોએ આજે 4 સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું છે. જેમાં ખોખળદળ સબ ડિવિઝન હેઠળના જડેશ્વર વેલનાથ, હરિઓમ પાર્ક, રાધેક્રિષ્ના સોસાયટી, મુકેશ પાર્ક, મવડી રોડ સબ ડિવિઝન હેઠળના ગોકુલનગર, આંબેડકર, વાવડી અર્બન સબ ડિવિઝન હેઠળના રસુલપરા, મહમદી બાગ, રામનગર, મોટામવા સબ ડિવિઝન હેઠળના એલઆઇજી ઉપવન ક્વાર્ટર્સ, કણકોટ રોડ, પંચરત્ન પાર્ક, લક્ષ્મીનો ઢોરો સહિતના વિસ્તારોમાં આજે ચેકીંગ હાથ ધરાયુ છે.
બીજી તરફ પીજીવીસીએલની 46 ટીમોએ પ્રહલાદ પ્લોટ, મિલપરા, સોરઠીયાવાડી, આજી-2 સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં ગઈકાલે સોરઠીયાવાડી પ્લોટ નં.3થી 10, પુજારા પ્લોટ, ભક્તિનગર સોસાયટી, પટેલ નગર 1થી 8, લાલબહાદુર સોસાયટી, સત્યનગર સોસાયટી, ધારેશ્વર સોસાયટી, માલધારી સોસાયટી સહિતના વિસ્તારોમાં ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં 1234 કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી 98 કનેક્શનોમાં ચોરી થતી હોવાનું સામે આવ્યું હતું. આ તમામને કુલ 16.35 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.