પીજીવીસીએલની 48 ટીમોએ આજી 1 અને આજી 2 સબ ડિવિઝન વિસ્તારોને ધમરોળ્યા

રાજકોટ શહેરમાં ફરી એક સપ્તાહ બાદ પીજીવીસીએલ દ્વારા વીજ ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં આજે વહેલી સવારથી પીજીવીસીએલની કોર્પોરેટ ટીમ દ્વારા સિટી સર્કલ 1 ડિવિઝન હેઠળ આવતા આજી 1 અને આજી 2 સબ ડિવિઝન વિસ્તારોમાં અલગ અલગ 48 ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારો બાદ આજે ફરી શહેરી વિસ્તારમાં વીજ ચેકિંગ અંગે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પાછલા સપ્તાહ દરમિયાન જસદણ, વીંછિયા, ગોંડલ, લોધિકા, પડધરી, કુવાડવા અને પારડી વિસ્તાર બાદ આજે રાજકોટ શહેરમાં આજી 1 અને 2 સબ ડિવિઝન હેઠળ આવતા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી અલગ અલગ 48 ટીમો દ્વારા ભગવતીપરા, જય પ્રકાશ નગર, ચુનારાવાડ, દૂધસાગર રોડ અને ગંજીવાડ વિસ્તારમાં વીજચોરી ઝડપી પાડવા કવાયત શરૂ કરવામાં આવી છે. જેમાં 11 કેવીના 4 ફીડરો આવરી લેવામાં આવ્યા છે.

IMG 20220620 WA0008 1

પાછલા સપ્તાહ દરમિયાન રાજકોટ ગ્રામ્ય અને તેના આગલા સપ્તાહ દરમિયાન શહેર વિસ્તારમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં પણ દોઢ કરોડથી વધુની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચેકિંગ દરમિયાન 14 જૂનનાં રોજ રાજકોટ ગ્રામ્ય વર્તુળના જસદણ ડિવિઝન હેઠળ કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવનું રાજકોટમાં આયોજન કર્યું છે. જેમાં આટકોટ અને વીંછિયામાં કુલ 30 ટીમો દ્વારા 668 કનેક્શન ચેક કરી 95 કનેક્શનમાં 21.50 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. જ્યારે 15 જૂનના રોજ ગોંડલ ડિવિઝન હેઠળ કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવનું આયોજન કર્યું હતું. જેમાં 41 ટીમો દ્વારા 797 કનેક્શન ચેક કરી 84 કનેક્શનમાં 44.15 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.