સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. બધા જ પક્ષોના ઉમેદવારો આ ચૂંટણી માટે ખૂબ જ ઉત્સાહિત છે. ચૂંટણીનો પ્રચાર કોંગ્રેસના ઉમેદવારો દ્વારા પૂરજોશ સાથે શરૂ કરવામાં આવ્યો છે. ચૂંટણીનાં પ્રચારની વાત કરીએ તો વોર્ડ નં 9નાં ઉમેદવારો વિશાલ દોંગા,પ્રતિમાબેન વ્યાસ,ચંદ્રિકાબેન પટેલ અને અર્જુન ભાઈ ગુજરિયાએ વોર્ડ નં 9 માં ઉમેદવારો દ્વારા સંકલ્પો જાહેર કરવામાં આવ્યા છે જે નીચે મુજબ છે :
વોર્ડ નંબર 09 માં 09 સંકલ્પો જાહેર કરવામાં આવ્યા છે જેમાં
1 ) ઘર ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પોહચે આ પ્રથમ ધ્યેય
2 ) બેરોજગાર યુવાનો માટે રોજગારી કેન્દ્ર નું નિર્માણ
3) પરમેનેન્ટ આધાર કાર્ડ સેન્ટર નું નિર્માણ
4 ) અતિ આધુનિક આરોગ્ય કેન્દ્ર
5 ) સમગ્ર વોર્ડમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થા અને પાણીના નિકાલની વ્યવસ્થા
6) ગાર્બેજ પિકઅપ વાન દ્વારા સફાઈ
7 ) અકસ્માતો અને સલામતી ને અનુલક્ષીને સમગ્ર વોર્ડમાં અન્ડર ગ્રાઉન્ડ કેબલ પ્રોજેકટ
8 ) રોડ રસ્તા પર સલામતી મુદ્દે સીસીટીવી પ્રોજેકટ
9 ) 365 દિવસ લોકો સાથે સીધો સંપર્ક સાધવા કોંગ્રેસ કાર્યાલય ની સ્થાપના
કોંગ્રેસના વોર્ડ નં 9ના ઉમેદવારોએ જણાવ્યું છે કે જો જનતા અમારા પર વિશ્વાસ મૂકીને અમને વોટ આપશે તો અમારા દ્વારા આ બધા જ સંકલ્પોનો અમલ થશે એવો અમે વચન આપીયે છીએ .