વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે શહેર અને ગ્રામ્યમાં બંદોબસ્ત જાળવવા સી.આર.પી.એફ.ની 10 જેટલી બટાલીયન સોમવારે સવારે આવી પહોંચી હતી, આ 10 પૈકીની પાંચ બટાલિયન ગ્રામ્ય વિસ્તારને ફાળવાશે. પ્લાયુન કમાઉન્ડર શ્રી અન્સારીએ જણાવ્યું હતું કે ટ્રેન દ્વારા 700 જેટલા જવાનો આવી પહોચ્યા છે,
આવતીકાલે પણ વધુ જવાનો આવી પહોચશે. આ તમામ જવાનો માટે શહેરની વિવિધ શાળાઓ અને કોલેજોમાં રહેવાની વ્યવસ્થા કરાઇ છે. રાજકોટ રેલવે સ્ટેશનથી આજે આ જવાનોની ટુકડીઓ માટે અલગ અલગ વાહનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય રહેશે કે આ વખતે રાજકોટ મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલ લગ્નગાળો હોય જવાનો માટે અનામત રાખ્યા નથી તેના બદલે જુદી જુદી શાળાઓ અને કોલેજોમાં જવાનો માટે રહેવાની વ્યવસ્થા કરાઈ છે. આ વખતે મોટાભાગની બેઠકો ઉપર ત્રિપાંખિયો જંગ ખેલાવાનો છે, આથી મતદાન પૂર્વે કે મતદાન વખતે કોઈ સ્થળે સૂલેહશાંતિનો ભંગ થાય નહીં તેથી પોલીસની ટુકડીઓ સાથે લશ્કરી જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.