રાજકોટ સહિત રાજ્યની છ મહાનગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી માટે આગામી રવિવારે મતદાન યોજાવાનું છે. તો ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત અને ૮૧ નગરપાલિકા માટે આગામી ૨૮મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાનાર છે. નિયમ મુજબ મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાક પૂર્વે પ્રચાર પડઘમ બંધ કરી દેવાના હોય છે. આવામાં મહાપાલિકાની ચૂંટણી પ્રચાર માટે રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારો માટે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મતદારોને રીઝવવા માટે જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ થઈ ગયો છે. રાજકોટમાં પણ કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ચૂંટણીનો પ્રચાર પૂરજોશ સાથે શરૂ કરવામાં આવ્યો છે.
કોંગ્રેસના વોર્ડ નંબર 9નાં ઉમેદવાર વિશાલ દોંગા,પ્રતિમાબેન વ્યાસ,ચંદ્રિકાબેન પટેલ દ્વારા આજ રોજ પાટીદાર વિસ્તારમાં ચૂંટણીનાં પ્રચાર માટે ગયેલા હતા.બધા જ ઉમેદવારોએ ત્યાંના લોકોની સમસ્યાઓ સાંભળી. મોટા ભાગના લોકોએ કહ્યું કે અમે લાઈટ,પાણી,ડ્રેનેજ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ.
વોર્ડ નં 9નાં ઉમેદવારોએ લોકોને વિશ્વાસ અપાવતા જણાવ્યું છે કે જો પ્રજા અમારા પર વિશ્વાસ મૂકશે તો અમે પ્રજાની બધી જ સમસ્યાનું નિરાકરણ લાવશું.